સામખિયાળી રેલવે સ્ટેશને લિફ્ટ કે રેમ્પ ન હોવાથી દિવ્યાંગજનો થાય છે બેહાલ

સામખિયાળી રેલવે સ્ટેશને લિફ્ટ કે રેમ્પ ન હોવાથી દિવ્યાંગજનો થાય છે બેહાલ
મુંબઈ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : પશ્ચિમ રેલવેના સામખિયાળી રેલવે સ્ટેશને દિવ્યાંગ પ્રવાસી માટે કોઈ સગવડ નથી એવી ફરિયાદ દિવ્યાંગ રિદ્ધિ ગડાએ કરી છે.રિદ્ધિ ચંપક ગડા (આધોઈ)ને સામખિયાળી સ્ટેશનેથી કચ્છ એક્સ્પ્રેસ દ્વારા બાન્દરા આવવું હતું. પરિવાર સાથે હતો. પ્લૅટફૉર્મ નં. 1થી 2 નંબર પર વ્હીલચેરથી જવા માટે રેમ્પ નથી. તેથી ચાર જણે વ્હીલચેર ઊંચકીને પાટા ક્રોસ કરવા પડયા હતા. ત્યાં ઊભેલા રેલવે કર્મચારીએ સહયોગ આપ્યો ન હતો. સ્ટેશન પર રેમ્પ કે લિફ્ટ નથી.આ માહિતી આપતાં રિદ્ધિના પિતા ચંપક ગડાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ કે સિનિયર સિટિઝન માટે અલગથી રિઝર્વેશન વિન્ડો નથી, સામાન ઊંચકવા ટ્રોલી નથી. સ્ટેશન બહાર આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે.તેમણે કહ્યું કે અમે ફરિયાદ લખાવવા ગયા તો અધિકારીઓએ એવો જવાબ આપ્યો કે મુંબઈ કે અમદાવાદ રોજની એકસો ફરિયાદ કરશો તો પણ સામખિયાળી સ્ટેશને કોઈ સુવિધા થવાની નથી.સ્ટેશનના અડધા પ્લૅટફૉર્મ પર છાપરું નથી. પાણીની પરબ કે નળની સુવિધા નથી. એમ્બ્યુલન્સ નથી. રોજની એકસોથી વધુ ટ્રેન-માલગાડીની અવરજવર હોવા છતાં સુરક્ષા માટે પોલીસ તહેનાત કરાયા નથી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer