ભુજમાં અન્ડરગ્રાઉન્ડ તાર દ્વારા વીજપ્રવાહ આપવાની કાર્યવાહી શરૂ

ભુજમાં અન્ડરગ્રાઉન્ડ તાર દ્વારા વીજપ્રવાહ આપવાની કાર્યવાહી શરૂ
ભુજ, તા. 12 : શહેરના 22 કિ.મી. સુધીના વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ વીજરેષાઓ પાથરીને  શહેરને વીજપુરવઠો આપવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે અને આગામી ફેબ્રુઆરી માસ દરમ્યાન આ કામગીરી પૂર્ણ થઇ જશે.પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર શ્રી ચૌહાણે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આઇપીડીએસ યોજના હેઠળ ભુજના ટાઉનહોલ, લાલન કોલેજ, વાણિયાવાડ, સરપટ ગેટ અને આઇટીઆઇના ફીડરોને આવરી લેવાયા છે, જેમાં વાણિયાવાડ, ડોસાભાઇ ધર્મશાળા અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ વીજપુરવઠો આપવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને વીજપ્રવાહ વહેતો કરી દેવાયો છે.એકાદ માસ દરમ્યાન શહેરમાં અન્ડરગ્રાઉન્ડ વીજપુરવઠો શરૂ કરી દેવાની કામગીરી આટોપી દેવાશે તેવું શ્રી ચૌહાણે ઉમેર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer