ભુજની બે બહેન આં.રાષ્ટ્રીય કક્ષાની નૃત્ય સ્પર્ધામાં અવ્વલ

ભુજની બે બહેન આં.રાષ્ટ્રીય કક્ષાની નૃત્ય સ્પર્ધામાં અવ્વલ
ભુજ, તા. 12 : અખિલ લોકકલા કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન પૂણે દ્વારા થાઈલેન્ડના બેંગકોક ખાતે તાજેતરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની નૃત્ય સ્પર્ધામાં કુલ 110 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભુજની બે બહેનોએ સુવર્ણ પદક મેળવી કચ્છને ગૌરવ અપાવ્યું છે.આંતરરાષ્ટ્રીય કક્ષાની આ નૃત્ય સ્પર્ધાની માઈનોર કેટેગરીમાં ભુજની ફ્રેયા પરેશ અનમ ફોક સોલો ડાન્સમાં જ્યારે પર્લ પરેશ અનમે સેમિ ક્લાસિકલ સોલો ડાન્સમાં પ્રથમ નંબર મેળવી અવ્વલ રહેતાં બંનેએ સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું છે.ફ્રેયા તથા પર્લે માઈનોર કેટેગરી મોડર્ન ડયુએટ ડાન્સમાં પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવતાં કચ્છને ગૌરવ અપાવ્યું છે.આ જ્વલંત સિદ્ધિનો યશ ભુજની અપ્સરા ડાન્સ એન્ડ ઝુમ્બા એકેડમીના વૈશાલી જેઠીને ફાળે ગયો હોવાનું યાદીમાં જણાવાયું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer