સરસ્વતી મંદિરમાં દરેકને જ્ઞાનરૂપી જ્યોતનો પ્રકાશ પ્રાપ્ત થાય

સરસ્વતી મંદિરમાં દરેકને જ્ઞાનરૂપી જ્યોતનો પ્રકાશ પ્રાપ્ત થાય
માનકૂવા (તા. ભુજ), તા. 12 : વિદ્યાદાન અન્યને આપવાથી ઘટતું નથી પરંતુ વધતું જ જાય છે. જ્યાં મા શારદાની ઉપાસના થાય તે સરસ્વતી મંદિરમાં આવનાર દરેકને જ્ઞાનરૂપી જ્યોતનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. માનકૂવા કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કૂલની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે `સુવર્ણ જયંતી મહોત્સવ'ના અવસરે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઋણ ચૂકવવાનો અનેરો અવસર છે તેવું સહજાનંદ ગુરુકુલ માનકૂવાના ગોલોકવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું.આ અવસરે ઘનશ્યામદાસ સ્વામી, આનંદસ્વરૂપદાસ સ્વામી, કચ્છ યુનિ.ના પૂર્વ કુલપતિ સી.બી. જાડેજા, સંસ્થાના પ્રમુખ લક્ષ્મણભાઇ દબાસિયા, ઉ.પ્ર. વાલજીભાઇ વરસાણી, પૂર્વ પ્રમુખ મહોબતસિંહ સોઢા, દિનેશભાઇ હીરાણી, ટ્રસ્ટી શિવજીભાઇ પૂજાણી, શિવજીભાઇ પૂંજાણી, મહિપતસિંહ જાડેજા, જગદીશભાઇ ભાનુશાલી, જગદીશભાઇ કેરાઇ, મંત્રી નીતિનભાઇ દબાસિયા, આચાર્ય તેજસભાઇ પાઠક, પૂર્વ શિક્ષક ચન્દુભાઇ પારેખ, શ્રી સેંઘાણી, પૂર્વ ટ્રસ્ટી ભરતભાઇ શેઠ (એડવોકેટ), મીઠાલાલ મારાજ, શિવજીભાઇ ધોળુ, વાલજીભાઇની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ પ્રસંગે સી.બી. જાડેજાએ પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યું કે 50 વર્ષની સફર દરમ્યાન આ સંસ્થાએ ઉત્તરોત્તર પ્રગતિ કરી સમાજના ગણતરમાં સહભાગી થનાર આ ગામના શ્રેષ્ઠીઓ- દાતાઓની દીર્ઘદૃષ્ટિનું આ સુંદર પરિણામ પ્રાપ્ત થઇ રહ્યું છે. મહોત્સવ દરમ્યાન સ્થાનિક સાથે વિદેશ વસતા તદુપરાંત સુખપર, રોહા, મંગવાણા, જિયાપર, માધાપર, દેશલપર,  સુખપર-ભુજથી ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઇ-બહેનો 35 વર્ષ બાદ મિલન થતાં અનેક સંસ્મરણો તાજાં થયાં હતાં. આ પૂર્વ છાત્રો, વર્તમાન સભ્યો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરીને સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે. પૂર્વ વિદ્યાર્થી રાજુભાઇ જોષી, મહંત ભગવતીધામ ભુજ દ્વારા વિદ્યાર્થીકાળ તાજો થયો હોવાનું જણાવ્યું હતું. પૂર્વ વિદ્યાર્થિની પ્રથમ મહિલા સી.એ. આરતીબા જાડેજાએ વિદ્યાર્થીકાળને સુવર્ણકાળ લેખાવ્યો હતો.આ પ્રસંગે બે દિવસ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિતોને મોમેન્ટોના આર્થિક સહયોગી કિશોર મનજી વરસાણી (ભારાસર) રહ્યા હતા.વર્તમાન સમયની હાઇસ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ સાથેસાથે સહયોગ આપનાર દાતાઓ-શ્રેષ્ઠીઓનું અહેવાલ પુસ્તક તૈયાર કરાયું હતું. આ સ્મરણિકા તૈયાર કરવા પૂર્વ શિક્ષક સુભાષચન્દ્ર છાયાએ માર્ગદર્શન આપેલું તેવું સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઇ કેરાઇ (ભારાસર)એ જણાવ્યું હતું.સંસ્થાના માળખાકીય વિકાસમાં પ્રાર્થનાખંડ સાથે લાયબ્રેરી માટે આર્થિક સહયોગી કેશરાભાઇ વિશ્રામ ભુડિયાએ તેમના માતા અ.નિ. રાધાબેન વિશ્રામ ભુડિયા હ. લક્ષ્મીબેન, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે તેમની ગ્રાંટમાંથી આર્થિક સહયોગ જાહેર કરેલો. કરસન શિવજી ભુડિયા (સુખપર), વાલજી રત્ના હીરાણી, લક્ષ્મણ ધનજી હીરાણી (સીસલ), સ્વ. શવગણભાઇ વિશ્રામ ધોળુ (લંડન-હરિદ્ધાર), સ્વ. દેવકીબેન રામજીભાઇ ધોળુ હ. શિવજીભાઇ (રાજકોટ), કે.કે. પટેલ (સામત્રા), પરબતભાઇ પિંડોરિયા (સુખપર-રોહા), સ્વ. કાનજી તેજા કેરાઇ પરિવારે આર્થિક સહયોગ જાહેર કર્યું હતું. બે દિવસના અંતે સંસ્થાના વિકાસ માટે 54 લાખ એકત્ર થયા હોવાનું સંસ્થાના ટ્રસ્ટી જગદીશભાઇ ભાનુશાલી સાથે મંત્રી નીતિનભાઇ દબાસિયા જણાવ્યું હતું. આ ગામની એક સંસ્થાએ સક્રિય રહી નિ:સ્વાર્થ કાર્યકર્તા મહોબતસિંહ મનુભા સોઢાનું વિશિષ્ટ બહુમાન કર્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં સવિતાબેન મહેશ્વરી, લખમશીભાઇ સોરઠિયા, અચલ ભાનુશાલી વિ.એ જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજ તા.પં. પ્રમુખ હરીશભાઇ ભંડેરી, જિલ્લા સિંચાઇ સમિતિના ચેરમેન ભીમજીભાઇ જોધાણી, સરપંચ વનિતાબેન હીરાણી, નવલસિંહ જાડેજા (પૂર્વ ટ્રસ્ટી), પ્રકાશભાઇ ગાંધી (અભય કલર લેબ), સુરેશભાઇ શેઠ, ઉમેશભાઇ ગાંધી, ચન્દ્રકાન્તભાઇ ગુજરાતી (વકીલ), શ્રી સેંઘાણી કાન્તિલાલ હીરાણી, શક્તિસિંહ જાડેજા, રવુભા જાડેજા,હીરાભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયવીરસિંહ સોઢા,જગદીશભાઇ ભાનુશાલી, નીતિનભાઇ દબાસિયા, તૃપ્તિબેન ભટ્ટે, આભારવિધિ જગદીશભાઇ ભાનુશાલી  દ્વારા કરાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer