ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવીને ઊર્જા માટે ધીણોધર ડુંગરે યોગ-કસરત

ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવીને ઊર્જા માટે ધીણોધર ડુંગરે યોગ-કસરત
નખત્રાણા, તા. 12 : હાલે ઠંડી તેના પૂરા શબાબ પર છે ત્યારે આ સિઝનમાં સ્વાસ્થ્ય જાળવવા તથા આખા વર્ષની ઊર્જા પ્રાપ્ત કરી એકત્રિત કરવા આળસ દૂર રાખી ધીણોધર ગ્રુપમાં ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ પોતાની તંદુરસ્તી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ બની છે.સપ્તધારા અંતર્ગત દર રવિવારે વહેલી સવારે ધીણોધર-ડુંગર પર પર્વાતારોહણ માટે જતા લોકોમાં ખાસ કરીને આ ગ્રુપમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત વધુ જોવા મળે છે.ગયા રવિવારે પણ પુરુષોની સરખામણીએ મહિલાઓ, યુવતીઓની સંખ્યા યોગા માટે વધુ જોવા મળી હતી. વહેલી સવારે 5-30ના ટકોરે ગ્રુપના સભ્યો દ્વારા ટ્રેકિંગ શરૂ કરયા બાદ ધોરમનાથ દાદાના દર્શન કરી તાલુકા હેલ્થ કચેરીના હેલ્થ સુપરવાઈઝર ઈલાબેન યાદવ દ્વારા યોગાસન પ્રાણાયામ ધ્યાન કસરતના વિવિધ આસનોના પ્રકારો પ્રત્યક્ષ કરાવવામાં આવ્યા હતા.સપ્તધારાની આ શિબિરમાં આર.બી. નાઈ, દિનેશભાઈ ધોળુ, અશોકભાઈ યાદવ, દીપકભાઈ બ્રહ્મક્ષત્રીય, `િજજ્ઞેશભાઈ લોંચા, ડુંગરભાઈ, સંજોગતાબેન ગજ્જર, સરોજબેન યાદવ, પારૂલબેન, ચેતનભાઈ બોખાણી, અલ્પાબેન, મીનાબેન ધોળુ, ઉર્મિલાબેન ભૂમિકા મારવાડા, ચંદ્રિકાબેન પટેલ, મયૂરીબેન મીત્રી, પ્રીન્સી સોની ટ્રેકિંગમાં રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer