કર ચૂકવી રાષ્ટ્રવિકાસમાં સહભાગી બનો

કર ચૂકવી રાષ્ટ્રવિકાસમાં સહભાગી બનો
ભુજ, તા. 12 : સમયસર કર ચૂકવીને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા સર્વે કરદાતાઓને રાજ્યના મુખ્ય આવકવેરા કમિશનર અજયદાસ મેહરોત્રાએ ભુજ ખાતે ગાંધીધામ આવેકવેરા કચેરી દ્વારા આયોજિત ઓપન હાઉસ સત્રમાં વિશિષ્ટ સેમિનારને સંબોધતાં જણાવ્યું હતું.આ સેમિનારમાં ગાંધીધામ આયકર વિભાગના જોઈન્ટ કમિશનર સંજયકુમાર, આયકર અધિકારીઓ વિષ્ણુ મંઘનાની અને કૌશિક પરમાર, વિવિધ વેપારી મંડળના સભ્યો, શહેરીજનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ, ઉદ્યોગપતિ, ડોક્ટર્સ તેમજ વિવિધ એસોસિયેશનના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગાંધીધામના ડેપ્યુટી કમિશનર શ્રીમતી ભુવનેશ્વરીએ કર્યું હતું. આ પ્રસંગે સી.એ. ભાવિ ઠક્કર તેમજ ટેક્સ કન્સલ્ટન્ટ અરુણભાઈ વચ્છરાજાનીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.આ સેમિનારમાં પ્રમુખ મુખ્ય આયકર કમિશનર (અમદાવાદ) શ્રી મેહરોત્રાએ વેપારી મંડળના હોદ્દેદારો તથા ઉપસ્થિતોને આયકર વિભાગની કામગીરી અંગે સમજ આપી હતી તેમજ વિવિધ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી વિવિધ રજૂઆતો તથા પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ કરવાની બાંહેધરી આપી હતી. આ સેમિનારમાં ભુજ, મુંદરા અને ગાંધીધામ આવકવેરા કચેરીના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. ભુજ ઓફિસના આવકવેરા અધિકારી શશાંક શર્માએ આભારવિધિ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer