સારસ્વત છાત્રો અભ્યાસમાં આગળ આવે

સારસ્વત છાત્રો અભ્યાસમાં આગળ આવે
માંડવી, તા. 11 : સારસ્વત જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરતી અહીંની સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી દ્વારા એક લાખની શિષ્યવૃત્તિ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સંસ્થાના પ્રમુખ ગિરીશ લાલજી જોષીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ચાર વર્ષથી ચાલે છે. દર વર્ષે શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવે છે. કચ્છ જિલ્લા સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ લક્ષ્મીશંકરભાઈ જોષીએ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આગળ લાવવાના જે સંસ્થા પ્રયાસો કરે છે તેને બિરદાવ્યા હતા અને સારસ્વત છાત્રોને અભ્યાસમાં આગળ આવવા અપીલ કરી હતી.ભુજ મહાસ્થાનના પ્રમુખ જગદીશભાઈ ધોલી, મહિલા આગેવાન વસંતબેન સાયલે વર્ષોથી ચાલતી સંસ્થાના ભૂતકાળને વાગોળ્યો હતો. શિષ્યવૃત્તિ અર્પણ કરતાં ભુજના ભગવતીધામના રાજુ મહારાજે તેમણે તથા તેમના બહેન તરફથી શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી મદદની વિગતો આપી ભણતર થકી જ આપણે આગળ આવશું એમ કહ્યું હતું. તેમણે શિષ્યવૃત્તિ રૂપે રૂા. 1.70 લાખનું દાન આપ્યું હતું.વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ પેટે મળેલા દાનની વિગતો પણ આપવામાં આવી હતી. માંડવીના શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી રૂા. 25 હજારનું દાન મળતાં ટ્રસ્ટીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મહામંત્રી અમિતભાઈ માયરાએ અત્યાર સુધીના સંસ્થાના ચડાવ ઉતારનો ઈતિહાસ રજૂ કરી સંસ્થાના પ્રોજેક્ટ અંગે પણ પ્રકાશ પાડયો હતો. માંડવી મહાસ્થાનના પ્રમુખ વિનોદભાઈ કનૈયા, શીતલા માતાજી ટ્રસ્ટના નીતિનભાઈ સાયલ, જ્ઞાતિના અગ્રણીઓ, મધુકાંત જોષી, જિલ્લા વિદ્વત સમિતિના પ્રમુખ ગિરીશભાઈ બોધી, હાર્દિકાબેન જોષી, મયૂરભાઈ જોષી, ધીરજભાઈ જોષી, દક્ષાબેન જોષી, સનત જોષી, દેવેન્દ્ર જોષી, ભુજથી કિરીટભાઈ ચાબડ, નરેશ જોષી, જગન્નાથભાઈ જોષી, નીતિન બારોટ, લાભશંકર બોડા, ભરતભાઈ જય અંબે, શંભુભાઈ જોષી, રમેશ રાડિયા, ગૌતમ જોષી, અરવિંદ જોષી, પ્રવીણભાઈ ખીંયરા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન સંજય જોષીએ કર્યું હતું, તો દિલીપ જોષીએ આભાર માન્યો હતો. સુભાષ જોષી, ભરત જોષી, ભૌમિક જોષી, પ્રવીણ જોષી, મનોજભાઈ, આલોકભાઈ વગેરેએ સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer