ગાંધીધામ કોંગ્રેસની બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા

ગાંધીધામ કોંગ્રેસની બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા
ગાંધીધામ, તા. 12 : શહેર તાલુકા કોંગ્રેસની કારોબારીની એક બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને લીડ અપાવવા હાકલ કરી હતી. શહેરનાં લાયન્સ હોલ ખાતે મળેલી આ કારોબારીની બેઠકમાં જિલ્લા પ્રમુખે ગાંધીધામમાંથી કોંગ્રેસને લીડ નથી મળતી તેવું મ્હેણું ભાંગી અને આ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવારને ભારે લીડ સાથે જીત અપાવવા જણાવ્યું હતું. બેઠકમાં ગાંધીધામ વિધાનસભાના પ્રભારી કલ્પનાબેન જોશીએ દરેક કાર્યકરોને જનસંપર્ક કાર્યક્રમ અને શક્તિ પ્રોજેક્ટમાં કામ કરવા હાકલ કરી હતી. પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનિચા અને પાલિકામાં વિપક્ષી નેતા અજિતભાઈ ચાવડાએ પણ સંબોધન કર્યું હતું. પાલિકાની વોર્ડ-2ની ચૂંટણીના નિરીક્ષક અરજણ ખટારિયા પણ ઉપસ્થિત રહી દાવેદારોને મળ્યા હતા. તાલુકા પ્રમુખ ગનીભાઈ માંજોઠીએ તમામનું સ્વાગત કર્યું હતું. રાધાબેન ચૌધરીએ નવી સમિતિની જાહેર કરી હતી. હોદ્દેદારોને અગ્રણીઓ દ્વારા નિમણૂકપત્ર એનાયત કરાયા હતા. અંતે આભારવિધિ શહેર પ્રમુખ સંજય ગાંધીએ કરી હતી. આ બેઠકમાં શૈલેન્દ્રસિંહ જાડેજા, જયશ્રીબેન ચાવડા, ચેતન જોશી, ભરત ગુપ્તા, નીલેશ ભાનુશાળી, કપિલ પાંધી, એબેજ યેસુદાસ, ખીમજીભાઈ થારૂ, આત્મારામ સુંઢા, અહેમદ ખાન પઠાણ, બાબુભાઈ આહીર, દિલીપ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ પ્રવક્તા લતિફ ખલિફાએ જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer