જી.ડી.એ.માં ઓપન હાઉસનું આયોજન : 65થી વધુ અરજીઓનો નિકાલ કરાયો

જી.ડી.એ.માં ઓપન હાઉસનું આયોજન : 65થી વધુ અરજીઓનો નિકાલ કરાયો
ગાંધીધામ, તા. 12 : અહીં ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં રોજ જી.ડી.એ.ના ચેરમેન અને કલેક્ટરે ઓપન હાઉસ રાખી 65 જેટલી ફાઇલોનો નિકાલ કરતાં અરજદારોમાં આનંદ વ્યાપ્યો હતો. કલેક્ટર રેમ્યા મોહને આજે જીડીએમાં બિલ્ડિંગ પરમિશનોના પ્રમાણપત્રો અરજદારોને તેમજ ઇન્જિનીયરોને હાથોહાથ સોંપીને જીડીએના ઝડપી અને પારદર્શક વહીવટનો કોલ આપ્યો હતો. આ ઓપન હાઉસને ગાંધીધામ સિવિલ એન્જિનીયર્સ એન્ડ આર્કિટેકટ્સ એસોસીએશન તરફથી આવકાર આપવામાં આવ્યો હતો અને કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  ઉપસ્થિત અંજારના નાયબ કલેક્ટર અને જીડીએના સેક્રેટરી શ્રી જોષીએ જણાવ્યું હતું કે, તમામ ફાઇલોનો નિકાલ કર્યો છે. જીડીએની હદમાં આવતા અરજદારો અને ઇન્જિનીયરો કોઇને તકલીફ ન પડે તે માટે સદાય તત્પરતા દાખવી છે. આ પ્રસંગે જીડીએના ઇન્ચાર્જ આસિ. સેક્રેટરી શ્રી કલ્યાણી, સુપરવાઇઝરો મનોજ ટીકયાણી, ગાયત્રીબેન ગુપ્તા વગેરે તેમજ ઇન્જિનીર એસોસીએશનના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સેક્રેટરી અમિત ચાવડા, સિનિયર એન્જિનીયર નૈલેશભાઇ શાહ, પ્રતીકભાઇ જોષી, લલિતભાઇ વિધાણી વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer