લોકસભા ચૂંટણીને લઇ યુવાનોને કોંગ્રેસમાં સામેલ કરવા હાકલ

ભુજ, તા. 12 : આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી કચ્છના દશેદશ તાલુકાનો પ્રવાસ કરી નવયુવાનોને કોંગ્રેસ પક્ષમાં સામેલ કરવા કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જિલ્લા કારોબારી બેઠકમાં જણાવ્યું હતું. ઉમેદભુવન ખાતેની બેઠકમાં નવા વરાયેલા પ્રમુખ?શ્રી જાડેજાને પ્રદેશ, જિલ્લા સહિતના ઉપસ્થિત અગ્રણીઓએ આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિ.પં.ના સભ્ય હઠુભા સોઢાએ તાલુકા વાઇઝ નવયુવાનો, નવયુવતીઓને યુવક કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટીએ દરેક ગામડે નવા મતદારોને કોંગ્રેસ પક્ષની વિચારધારા અને કોંગ્રેસની સરકાર વખત લોકકલ્યાણલક્ષી યોજનાઓથી અવગત કરાવવા જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુવકના મહામંત્રી જુવાનસિંહ જાડેજાએ પોતપોતાના વિસ્તારમાં સમિતિઓને સક્રિય કરી આવનારી ચૂંટણીમાં કમર કસવા જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખ હરિસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં કચ્છ જિલ્લામાં `યુવા શક્તિ સ્નેહમિલન' યોજાશે અને નવા મતદારોને કોંગ્રેસ પક્ષમાં આવકાર અપાશે.આ બેઠકમાં જયરાજસિંહ જાડેજા પ્રમુખ-એન.એસ.યુ.આઇ., ગજેન્દ્રસિંહ રાજપૂત પ્રમુખ ભુજ શહેર યૂથ?કોંગ્રેસ, મુસ્તાક ચાકી પ્રમુખ?અબડાસા વિધાનસભા યૂથ કોંગ્રેસ, નરેન્દ્રસિંહ વાઘેલા પ્રમુખ ગાંધીધામ વિધાનસભા, અભુ હિંગોરજા મહામંત્રી કચ્છ જિલ્લા, સમા અબ્દુલ હમીદ મહામંત્રી કચ્છ જિલ્લા, વિજયસિંહ જાડેજા, સુખદેવસિંહ પરમાર, બળુભા જાડેજા, મુરૂભા જાડેજા, વિપુલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી સહિતના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા એવું જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી રમણીક ગરવાની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer