ભુજની ઠગાઇની એ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં પિટિશન : 17મીએ સુનાવણી

ભુજ, તા. 12 : શહેર પોલીસ મથકમાં નોંધાયેલી રૂા. 21.50 લાખની છેતરપિંડી વિશેના મામલાની ફરિયાદ રદ કરવા માટે આરોપી પક્ષ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઇ છે, જેની સુનાવણી આગામી તા. 17મી જાન્યુઆરી ઉપર મુકરર કરાઇ છે. માધાપર (ભુજ)ના અરાવિંદભાઇ શંકરલાલ ઠક્કરે ગત તા. બીજીના ભુજના નીતિન વસંતલાલ કેશવાણી સહિત કુલ્લ છ જણ સામે 21.50 લાખની ઠગાઇની આ ફોજદારી દાખલ કરી હતી. આ ફરિયાદને રદ કરવા માટે શ્રી કેશવાણી સહિતના છ આરોપી દ્વારા ફરિયાદ રદ કરવા માટે ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે. હાઇકોર્ટ દ્વારા આ રિટ દાખલ કરી કેસના ફરિયાદી અને તપાસ અધિકારી સહિતના સંબંધિતોને નોટિસ જારી કરાઈ છે અને આ વિશેની સુનાવણી તા. 17/1 ઉપર રખાઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer