આજથી ગાંધીધામમાં એસ.આર.કે ચેમ્પિયન ટ્રોફીનો થશે પ્રારંભ

ગાંધીધામ, તા. 12 : કચ્છ ડિસ્ટ્રીક રૂરલ ક્રિકેટ એસોસીએશન દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહયોગથી  આયોજિત એસ.આર.કે ચેમ્પિયન ટ્રોફીનો આવતીકાલે તા. 13-1થી આરંભ થશે. રમત-ગમત સંકુલ ખાતે સવારે 9 વાગ્યે એસ.આર.કે ગ્રુપના ચેરમેન અરજણભાઈ કાનગડના હસ્તે ટોસ ઉછાળી ટૂર્નામેન્ટનો આરંભ કરાશે. પ્રથમ મેચમાં આદિપુરની બે શાળાઓ મૈત્રી મહાવિદ્યાલય અને સેન્ટ ઝેવિયર્સ વચ્ચે મુકાબલો થશે.ઉદ્ઘાટન સમારોહમાં કે.ડી.આર.સી.એ.ના પ્રમુખ શેખર અયાચી અને  સૌ સભ્યો ઉપસ્થિત રહેશે. તમામ શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રમત-ગમત સંકુલ ખાતે રવીન્દ્ર આચાર્ય, અશ્વિની કચ્છાવા, સુરોજિત ચક્રવર્તી, અનિલ  ગણેશ્વા, નિલય દંડ , વિજય ગઢવી વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. જયારે મૈત્રી મહાવિદ્યાલય ગ્રાઉન્ડની વ્યવસ્થા લાલ નાવણી, મુકેશ લખવાણી, મદન છતાની અને રોયલ સ્પોર્ટ્સ કલબના સભ્યો સંભાળી રહ્યા છે. દરેક સ્કૂલોએ સવારે 8 વાગ્યે મેદાનમાં રીપોર્ટિંગ કરવાનું રહેશે તેવું રામકરણ તિવારીએ જણાવ્યું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer