હિંગરિયા ખાતે સોમવારે હરિસાહેબની નિર્વાણતિથિ

હિંગરિયા (તા. અબડાસા), તા. 12 : રવિભાણ સંપ્રદાયના સિદ્ધગુરુ હરિસાહેબ બાપુની 87મી નિર્વાણતિથિ અહીંના આશ્રમ ખાતે તા. 14-1ના ધાર્મિક કાર્યક્રમો સાથે મહંત કલ્યાણદાસજી બાપુના સાંનિધ્યમાં તેમજ સંતોની ઉપસ્થિતિમાં ઊજવાશે. સવારે 8 વાગ્યે ગુરુપાદુકા પૂજન તથા પ્રવેશદ્વાર અને ગૌમંદિર અર્પણ કરાશે. બપોરે મહાપ્રસાદ બાદ સામરા ગઢવી, ગોવિંદ ગઢવી, જયેશ ચૌહાણ વિ. કલાકારો દ્વારા સંતવાણી. છ વાગ્યે સંધ્યાપાઠ, સંધ્યા આરતી તેમજ રાત્રે 9 વાગ્યે દેવરાજ ગઢવી, પુનશી ગઢવી, હરિભાઇ ગઢવી, નીલેશ ગઢવી વિ. કલાકારો દ્વારા સંતવાણી યોજાશે તેવું યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer