15મી જાન્યુઆરીએ નલિયામાં નેત્રમણિ-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

નલિયા, તા. 12 : અબડાસાના મુખ્ય મથક નલિયામાં શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ (આંખ)ની હોસ્પિટલ-રાજકોટ દ્વારા તા. 15-1ના સવારે 9-30 થી 12-30 નેત્રમણિ-નેત્રયજ્ઞનું ઓપરેશન સુવિધા સાથે આયોજન નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાળા) લોહાણા મહાજન- વાડીમાં કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને હોસ્પિટલની બસમાં રાજકોટ લઇ જઇ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું નેત્રમણિ સાથેનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીને કેમ્પના સ્થળે મૂકવાની વ્યવસ્થા પણ સંસ્થાની હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. આથી વધુ ને વધુ જરૂરતમંદ દર્દીઓને તેનો લાભ લેવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer