માંડવીમાં આજે હાડકાંનો નિ:શુલ્ક નિદાન કેમ્પ

માંડવી, તા. 12 : અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા ઘૂંટણ-થાપા તેમજ હાડકાંની દરેક તકલીફનો નિ:શુલ્ક નિદાન કેમ્પ સર્વે જ્ઞાતિ માટે તા. 13-1 ને રવિવારે સવારે 10 થી 1-30 લોહાણા બોર્ડિંગમાં યોજવામાં આવ્યો છે. દીપ પ્રાગટ્ય પ્રમુખ હરીશભાઇ ગણાત્રા કરશે, જ્યારે ડો. તુષારભાઇ વેગડ, ડો દીપકભાઇ સુથાર અને ડો. મિતેશ પટેલ વિગેરે તબીબો દર્દીઓને તપાસી સારવાર આપશે. આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાનારા કેમ્પમાં જરૂરિયાત જણાશે તો રાહતદરે ઓપરેશન કરી અપાશે. જોડાવા માટે દર્દીઓને હસમુખભાઇ ઠક્કર-98253 68344નો સંપર્ક કરવા મંત્રી જયેશ સોમૈયાની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer