વિશ્વ સાથે કદમ મિલાવવા અંગ્રેજી ભાષા અનિવાર્ય

વિશ્વ સાથે કદમ મિલાવવા અંગ્રેજી ભાષા અનિવાર્ય
ભુજ, તા. 11 : વિશ્વ સાથે કદમ મિલાવવા ભારત ડિજિટલાઇઝ થવા ભણી આગળ ધપી રહ્યું છે ત્યારે ઇંગ્લિશ ભાષા આજના સમયની જરૂરિયાત બની ગઇ છે. જો ઇંગ્લિશ આવડતું હશે તો તમે દેશના કોઇપણ ખૂણે નહીં અટકો તેવું કેમ્બ્રિજ યુનિવર્સિટીના સર્ટિફાઇડ ટ્રેનર યુરેન ભટ્ટે વિદ્યાર્થીઓને જણાવી ઉમેર્યું કે જીવનમાં સારી તકો વારંવાર નથી આવતી, તેથી તેને ઝડપી લેવા શીખ આપી હતી.ભુજમાં સરકારી પોલિટેક્નિક ખાતે સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપર્ચ્યુનિટી થ્રુ પ્રોફેસિયન્સી ઇન ઇંગ્લિશ (સ્કોપ) દ્વારા ઇજનેરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવા માટે ચલાવાતા અલગ-અલગ પ્રોગ્રામોની માહિતી મળે, જેના થકી વિદ્યાર્થીઓ આશાસ્પદ કારકિર્દીનાં શિખરો સર કરે  તે આશયથી આયોજિત એકદિવસીય વર્કશોપમાં ઉપસ્થિત પોલિટેક્નિક, ઇજનેરી, લાલન કોલેજ તથા ડાયેટના વિદ્યાર્થીઓને સંબોધતાં શ્રી ભટ્ટે વધુમાં જણાવ્યું કે, આજે સરકારી કે ખાનગી, કોઇપણ સ્થળે કારકિર્દી બનાવવા અને તેને ટકાવી રાખવા અંગ્રેજી ભાષા અનિવાર્ય છે. આપણા પાસે કોમ્પ્યુટર કૌશલ્ય ઘણું જ છે, પરંતુ અંગ્રેજી ભાષાના જ્ઞાનનો અભાવ છે. આ અભાવનું મુખ્ય કારણ એ પ્રકારનું વાતાવરણ ન મળતું હોવાને લેખાવ્યું હતું.સ્લાઇડ શોના માધ્યમથી તેમણે ઇમ્પેક્ટ ઓફ લેંગ્વેજ, ઇંગ્લિશ શા માટે? સમ સેક્ટર્સ વ્હેર ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફેસિયન્સી ઇઝ અ મસ્ટ, બેઝિક રિક્વાયરમેન્ટ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ, લોકલ માર્કેટ અંગે પ્રેક્ટિકલ સાથે વિસ્તૃત સમજ આપી હતી. યુરેનભાઇએ વધુમાં જણાવ્યું કે, અંગ્રેજી ભાષામાં મુખ્ય ચાર પડકાર છે : વોક્યુબલેરી, એક્પ્રેશન, પ્રોનાઉન્સ અને ટ્રાન્સલેશન. આ ચાર પોઇન્ટ જો સારા હોય તો ઇંગ્લિશ ભાષામાં તમારો આત્મવિશ્વાસ વધે છે.આ આત્મવિશ્વાસ મેળવવાનો ઉકેલ દર્શાવતાં શ્રી ભટ્ટે અંગ્રેજી વાંચવું, લખવું, બોલવું અને સાંભળવાનું કૌશલ્ય હોવાનું કહ્યું હતું.સ્કોપ દ્વારા લેવાતી બે પ્રકારની પરીક્ષા કેમ્બ્રિજ પ્લેસમેન્ટ ટેસ્ટ (સી.પી.ટી.) અને બિઝનેસ લેંગ્વેજ ટેસ્ટિંગ સર્વિસ (બુલાટ્સ) અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી આ પરીક્ષાઓ પાસ કરવાથી વિશ્વમાં પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.કોલેજના આચાર્ય ભરતભાઇ પાંખરે વિશ્વસ્તરે અંગ્રેજીનું મહત્ત્વ દર્શાવતી વીડિયો ક્લિપના માધ્યમથી કાર્યક્રમનો ઉદ્દેશ જણાવતાં કહ્યું કે, રાજ્યમાં એક હજારથી વધુ તાલીમ કેન્દ્રો ધરાવતા સ્કોપનો ઉદ્દેશ રાજ્યના પાંચ લાખ યુવાનોને પાંચ વર્ષમાં તાલીમ આપવાનો છે, જેની ફી પણ નજીવી હોવાનું કહ્યું હતું. પ્રારંભે સ્કોપ પ્રોગ્રામના જોઇન્ટ સી.ઇ.ઓ. માનસીબેન શિવાણીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે    નામાંકિત યુનિવર્સિટીમાંથી માન્ય પ્રમાણપત્ર મેળવી શકો તે સ્કોપ સાથે જોડાવાનો લાભ છે. કેમ્બ્રિજ પ્રમાણિત તાલીમકાર સ્કોપ સાથે જોડાયા છે. આપણે સાથે મળીને આપણા દેશમાંથી બેરોજગારીને દૂર કરી શકશું તેવી આશા વ્યક્ત કરી હતી.આ વર્કશોપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઇ હતી. આ અવસરે નીતિનભાઇ અંતાણી તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer