ભુજની નૃત્યાંગનાને `નૃત્ય શિરોમણિ'' એવોર્ડ

ભુજની નૃત્યાંગનાને `નૃત્ય શિરોમણિ'' એવોર્ડ
ભુજ, તા. 11 : 2જીથી 8મી જાન્યુઆરી દરમ્યાન ઓરિસ્સાના કટક અને એક અઠવાડિયા સુધી ચાલેલા ઈન્ટરનેશનલ મ્યૂઝિક એન્ડ ડાન્સ ફેસ્ટિવલમાં ભુજની કથ્થક નર્તકી કૃપલ સોમપુરાને કથ્થકની પ્રસ્તુતિ માટે `નૃત્ય શિરોમણિ'નો એવોર્ડ એનાયત થયો હતો.આ ફેસ્ટિવલ ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજ, લિટ્રેચર એન્ડ કલ્ચર, ગવર્નમેન્ટ ઓફ ઓરિસ્સાએ આયોજિત કર્યો હતો. જેમાં ત્યાંના ધારાસભ્ય દેવાશિષ સામંત્રે, ચેરમેન પ્રવા પટનાયક, જાણીતા થિયેટર આર્ટિસ્ટ પ્રો. કાર્તિક ચંદ્રા રથની હાજરીમાં કૃપલને એવોર્ડ આપવામાં આવ્યો હતો.ભારતીય નૃત્ય અને વાદન-ગાયનના આ ફેસ્ટિવલ ભારત સહિત શ્રીલંકા, થાઈલેન્ડ, અમેરિકા, કેનેડા જેવા 7થી 8 દેશના 60થી વધારે કલાકારોએ પ્રસ્તુતિ રજૂ કરી હતી. જેમાં કૃપલની સમગ્ર કચ્છમાંથી પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતની ફક્ત 3થી 4 પ્રસ્તુતિ હતી, જેમાં કૃપલે પ્રશંસા પ્રાપ્ત કરી હતી.કૃપલ હાલમાં `કલાક્ષેત્ર'ના માધ્યમથી ભુજ, મુંદરા, ગાંધીધામ અને માધાપર ખાતે કથ્થકનું પ્રશિક્ષણ આપી રહી છે. કૃપલે આ એવોર્ડ જીતીને ગુજરાતની સાથે સમગ્ર કચ્છનું નામ રોશન કર્યું છે. ભૂતકાળમાં કૃપલે એમ.એસ. યુનિ. ખાતેથી 3 ગોલ્ડ મેડલ માસ્ટર્સ ઈન પર્ફોમિંગ આર્ટસની ડિગ્રી મેળવેલી છે. કૃપલે આ સિવાય પણ ડોટર ઓફ ગુજરાત, બ્રહ્મ ગૌરવ એવોર્ડ, ગુરુ ગૌરવ એવોર્ડ મેળવ્યા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer