વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા લક્ષ્ય રાખવા રોટરી ગવર્નરની શીખ

વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા લક્ષ્ય રાખવા રોટરી ગવર્નરની શીખ
માંડવી, તા. 11 : રોટરી 3054ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર નીરજ સોગાણીએ માંડવી ક્લબની અધિકારિક યાત્રા કરી હતી, જેમાં ક્લબ દ્વારા ચાલતા વિન્સ પ્રોજેક્ટ અને ક્લબ દ્વારા ધવલનગર-1માં આવેલી શ્યામજી કૃષ્ણવર્મા પ્રાથમિક શાળામાં પાણીસંગ્રહનો ભૂગર્ભ ટાંકો તેમજ ઓવરહેડ ટેન્ક અને વોશ સ્ટેશન બનાવાયા છે તેની મુલાકાત લઇ?રોટરી માંડવીની સરાહના કરી હતી. ક્લબે આ?શાળાને એક કોમ્પ્યુટર ભેટ આપ્યું હતું.ગવર્નર શ્રી સોગાણીએ વિદ્યાર્થીઓને ઉદ્બોધનમાં જણાવ્યું કે, જીવનમાં આગળ વધવા માટે એક લક્ષ્ય જરૂર હોવું જોઇએ.આ મુલાકાત બાદ તેમણે ક્લબના પ્રમુખ, મંત્રી તેમજ સભ્યો સાથે બેઠક યોજી સર્વેને વધુને વધુ સેવાકાર્યોમાં લાગી જવા જણાવ્યું હતું.તા. 5ના સાંજે તેમણે કારરેલીના ઉપલક્ષ્યમાં આવેલા ડિસ્ટ્રીક્ટ 3054ના સર્વે સદસ્યો તેમજ માંડવી રોટરી પરિવારના સભ્યો સાથે સ્નેહમિલનમાં હાજરી આપી હતી. રોટરી પ્રમુખ ડો. પ્રણવ વૈષ્ણવે સ્વાગત કર્યું હતું. કચ્છના પીડીજી મોહનભાઇ, ભરતભાઇ, હર્ષદભાઇ?ઉદેશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આઇપીડીજી મૌલિક પટેલ દ્વારા માંડવી, મુંદરા, આદિપુર, ગાંધીધામને વર્ષ 2017-18માં મળેલા આર.આઇ. સાઇટેશન એવોર્ડ અપાયા હતા. માંડવી રોટરી દ્વારા માતાના મઢ પદયાત્રી કેમ્પમાં સફાઇ?ધોરણ જાળવવા આઇ?શ્રી સોનલ શક્તિ મિત્રમંડળ-માંડવી, સંતશ્રી મિત્રમંડળ-માંડવી, મધ્યપ્રદેશ પાણીપુરીવાલા કેમ્પને સન્માનિત કરાયા હતા.વર્ષ 2020-21ના નવા વરાયેલા ગવર્નર રાજેશ અગ્રવાલ તેમજ હાલના ગવર્નર અને આસિસ્ટન્ટ ગવર્નર ડો. કૌશિકભાઇએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મંત્રી હરિઓમ અબોટીએ આભારવિધિ અને સંચાલન અક્ષયભાઇ મહેતા તેમજ પ્રતીક?શાહે કર્યું હતું.કાર્યક્રમમાં જયંતીભાઇ શાહ, દર્શનાબેન?શાહ, નેહલભાઇ ગણાત્રા, જુગલભાઇ સંઘવી, નિમિષભાઇ?મહેતા, અમીષ?સંઘવી, હેમલ શાહ, પ્રતીક શાહ, તેજસ વાસાણી, દર્શન સચદે, વિનય ટોપરાણી, ભાવિન ગણાત્રા, આદિલ ખોજા, મનીષ?ચાવડા, હિતેશ?ચાવડા વિગેરે સહયોગી બન્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer