આઇસીડીએસ વિભાગમાંય `વહીવટી કુપોષણ''

ભુજ, તા. 11 : અધિકારીઓની વર્ષોથી ખેંચ અનુભવતા કચ્છના આઇસીડીએસ વિભાગમાં બે મહિના પહેલાં બઢતીથી નિયુક્ત ચાર સીડીપીઓની બદલી કરી નખાતાં તંત્ર ખુદ કુપેષણનો ભોગ બન્યું હોવાનો તાલ  સર્જાયો છે. પ્રોગ્રામ ઓફિસરની જગ્યા પણ?કાયમી ધોરણે ભરાતી નથી, તે વચ્ચે આજે બહાર આવેલી વિગતો મુજબ કચ્છના 19 ઘટક પૈકી હવે માત્ર ત્રણ ઘટક ભુજ-1,  અંજાર-1 અને મુંદરામાં જ સીડીપીઓ બચ્યા છે. બાકીના તમામ 16 ખાલી છે.  સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આઇસીડીએસમાં માત્ર બે મહિનામાં જ સીડીપીઓ બદલી ગયા હશે તેવો આ પ્રથમ બનાવ હશે. ગત દિવાળી પહેલાં તા. 26/10ના બનાસકાંઠાથી ચાર સુપરવાઇઝર પ્રમોશનથી લખપત, ભચાઉ, માંડવી અને નખત્રાણા ખાતે આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં 24 બદલી થઇ તે પૈકી કચ્છમાંથી ચાર સીડીપીઓને બદલાવાયા છે. વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આ સીડીપીઓએ ઉચ્ચ કક્ષાએથી વગના આધારે બદલી કરાવી લીધી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer