13મીએ ગાંધીધામમાં નેત્રરોગ નિદાન સારવાર કેમ્પ યોજાશે

ગાંધીધામ, તા. 11 : અહીની સંસ્થા મારવાડી યુવા મંચ અને  મતિયાદેવ સેવા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આગામી તા.13 જાન્યુઆરીના નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશનગર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે  સવારે 9થી 12 વાગ્યા સુધી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન યોગ્ય દર્દીઓનું અત્યાધુનિક ફેકો પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવશે. આંખના રોગના  નિષ્ણાંત ડો.હેતલ છાટબાર સેવા આપશે. દર્દીઓને ભચાઉ લઈ જવા મૂકવાની  જવાબદારી સંસ્થાઓ દ્વારા કરાશે. દર્દી સાથે એક સહયોગીને આવવાનું રહેશે. નામ નોંધાવવા માટે વેલજી મહેશ્વરી 94277 65832 ઉપર સંપર્ક સાંધવા જણાવાયું છે. જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer