અંજારના બાગમાં અગવડો દૂર કરો

અંજાર, તા. 11 : અહીં બે નાના બગીચાને બાદ કરતાં એક દેવળિયા નાકાનો મોટો બાગ છે, જેમાં લોકો માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવા શહેર કોંગ્રેસ ઉપાધ્યક્ષ દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરાઈ હતી. આ અંગે ભરતભાઈ ઠક્કરે કરેલી રજૂઆત મુજબ ભરેશ્વર બાજુના રોડ ઉપર એક ગેટ છે. જેની ઊંચાઇ  અને પહોળાઇ ખૂબ જ ઓછા હોવાથી પ્રવેશવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત આ ગેટની હાલત ખખડધજ થઇ ગઈ છે. તેને ત્વરિત બદલવો જરૂરી છે. છબર બાજુના વિસ્તારમાં લાઇટની અપૂરતી વ્યવસ્થા સુધારવા પુરુષ તથા ત્રી શૌચાલયમાં ત્રણ-ત્રણમાંથી બે-બેને તાળાં મારી  દેવાતાં  લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગંદકી અને દુર્ગંધ પણ ખૂબ જ  છે.  આ ઉપરાંત બાગમાં નાના સ્ટેડિયમની સામે પાકો ગોળાકાર સ્ટેજ બનાવાયો છે. જે લગભગ દોઢેક ફૂટ ઊંચો છે. અહીં સિનિયર સિટીજનો સાંજે યોગ કરે છે. જેમને સ્ટેજ પર ચડવામાં મુશ્કેલી થાય છે. કારણ કે સ્ટેજ પર ચડવા માટે કોઇ જ પગથિયાં નથી. ઉપરોકત તમામ અગવડો દૂર કરી લોકોને સુવિધા આપવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી ઠક્કરે માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer