ડુમરાના પશુપાલકોને 40 દિવસે માંડ ઘાસ મળે છે

ડુમરા (તા. અબડાસા), તા. 11 : અછતગ્રસ્ત અબડાસાની મુલાકાતે કલેકટર રેમ્યા મોહન નીકળ્યા હતા. તેમણે ડુમરા ગામમાં સ્થિતિનો અભ્યાસ કરવા હાજરી આપી હતી ત્યારે ગામના સરપંચ રાજેશ્રીબેન ગઢવીએ કલેકટરને એક આવેદનપત્ર આપી પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરે જવાહર  નવોદય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. સરપંચે સૌથી પહેલાં સ્વાગત કરી જણાવ્યું હતું કે ગામમાં અત્યારે પીવાના પાણીની ખૂબ જ તકલીફ છે. પાંચ હજારની વસતી અને 7 હજારના પશુધન માટે  તુતરા ફાટકથી આવતી પાઇપલાઇન વાટે પાણી પૂરું પાડવામાં આવે તો નિરાકરણ આવી શકે તેમ છે. અછતમાં મંજૂર થયેલા ઘાસ ડેપોમાંથી 9 ગામોમાં વિતરણ કરવાનું હોવાથી વિતરણ વ્યવસ્થા પૂરતી નથી. પશુપાલકોને 40 દિવસે માંડ ઘાસ મળે છે. ડુમરા, નારાણપર, રેલડિયા (મંજલ), ખુઅડા, વિંઝાણ વગેરે ગામોમાં ઢોરવાડા શરૂ કરવાની માગણીઓ મામલતદાર કચેરીએ પડતર પડી છે. જો વહેલી તકે મંજૂરી મળે તો ગૌવંશને બચાવી શકાય તેમ છે. અછતના કામો ચાલુ કરવા, નવી શરતની 300 અરજદારોની જમીનો જૂની શરતમાં ફેરવવા પણ પત્રમાં સરપંચે માગણ કરી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer