ભુજોડી ઓવરબ્રિજ, કચ્છમાં અછતની અમલવારી સહિતના મુદ્દે વડગામના ધારાસભ્ય આજે કચ્છમાં

ભુજ, તા. 11 : આગામી 12મી જાન્યુઆરીના રોજ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અછત, રોજગારી અને ભુજોડી ઓવરબ્રિજનું કામ તાત્કાલિક શરૂ થાય તે સહિતના મુદ્દે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ આયોજન અંગે બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છની મિટિંગ મળી હતી જેમાં તા. 12ના સવારે ભચાઉ ખાતે સવારે 10 વાગ્યે મારો હક, મારો અધિકાર-જાહેરસભા ત્યારબાદ ભુજોડી ફાટક પાસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પ્રતીક ધરણા સવારે 10થી 2 વાગ્યે, ત્યારબાદ ગુજરાતના તમામ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રાજ્ય લેવલની મિટિંગ હોટલ શિલ્પગ્રામમાં બપોરે 4 વાગ્યે, મિટિંગમાં કચ્છ-કોન્ફરન્સમાં શ્રી મેવાણી ઉપસ્થિત રહેશે. આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, રમણીક ગરવા, ઇકબાલ જત, વનિતાબેન મહેશ્વરી, મહેશ પુરાણિયા, જત જાકબ, મોથારિયા મુકેશ વિ. ઉપસ્થિત રહેશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer