ધમડકામાં હડકાયા કૂતરાનો આતંક : ચાર જણને ઘાયલ કર્યો

ધમડકામાં હડકાયા કૂતરાનો આતંક : ચાર જણને ઘાયલ કર્યો
ધમડકા (તા. અંજાર), તા. 10 : આજે સવારે ધમડકા ગામે કૂતરો હડકાયો થતાં ચાર જણાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી. દલિતવાસમાં ક્તૂરાએ પ્રવેશી 65 વર્ષીય પૂનાભાઇ રવાભાઇ લોંચાને મોઢા ઉપર અને આંખના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે આ જ વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળક મેહુલ ગોવિંદ લોંચાને કપાળે અતિ ગંભીર રીતે બચકાં ભર્યા હતા. બાળકની હાલત જોતાં માવિત્રો સીધા ભુજ ખાનગી હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યારે ડોક્ટરે તપાસ કરતાં ઇજાઓ ગંભીર જણાતાં દાખલ કરી ચાલીસેક જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી.સાથોસાથ ક્તૂરાએ હિંગોરજાવાંઢમાં એક યુવાનને પણ માથાના ભાગમાં ઇજાઓ પહોંચાડી હતી. રહીમના ફૈજમામદ હિંગોરજાને પણ તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા.ધમડકા બસ સ્ટેશન પાસે ગેરેજમાં કામ કરતા હાસમશા જુસબશા શેખને હાથમાં કરડી ઇજાઓ પહોંચાડી હતી. આવી બીના બનતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો કૂતરાનું કામ તમામ કરવા ઉપડી પડયા હતા. સતત 4થી 5 કલાકની જહેમત પછી કૂતરાનો અંત આવ્યો હતો. બાળક સિવાયના ઇજાગ્રસ્તોને ભુજમાં સરકારી દવાખાને સારવાર અપાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer