ભચાઉમાં ગાદલાંની દુકાનમાં આગ લાગતાં ભારે નુકસાન

ભચાઉમાં ગાદલાંની દુકાનમાં આગ લાગતાં ભારે નુકસાન
ભચાઉ, તા. 15 : શહેરના માંડવી ચોક પાસે ગાદલાંની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતાં  નાસ-ભાગ થઈ હતી. જો કે આ બનાવમાં જાનહાનિ ટળી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર માંડવીચોકમાં ગાદલાંની દુકાનામાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જેના  પગલે સ્થાનિક  વેપારીઓએ  પાણીના કેરબાની મદદથી  આગ ઓલવવા માટે પ્રયાસ કર્યા  હતા. ત્યારબાદ  સુધરાઈના  પાણીના ટેન્કર મારફતે સતત પાણીનો  મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અલી કુરેશીની આ દુકાનમાં  વીજ મોટરના કારણે આગ લાગી હોવાનું નજરે જોનારાઓએ જણાવ્યું હતું. આ બનાવમાં  દુકાનમાં રહેલા ગાદલાં, તકિયા તથા કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer