અંજારના હિન્દુ સંમેલન માટે ભુજ શહેર ભાજપે કમર કસી

અંજારના હિન્દુ સંમેલન માટે ભુજ શહેર ભાજપે કમર કસી
ભુજ, તા. 15 : ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવીનભાઇ લાલનના અધ્યક્ષસ્થાને `િવરાટ હિન્દુ સંમેલન' જે તા. 18/12ના અંજાર ખાતે યોજવામાં આવનાર છે તે અંતર્ગત તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખ રામભાઇ?ગઢવી દ્વારા કેવી રીતે સમગ્ર આયોજન કરવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું. શહેર ભાજપ અધ્યક્ષ?શ્રી લાલને જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓ માટે ભૂતકાળમાં   આવી અમૂલ્ય તક ખૂબ ઓછી આવી છે. જેથી આ તકને આપણે વધાવવી જોઇએ અને સમગ્ર આયોજનને સફળ બનાવવું જોઇએ. કાર્યક્રમનું સંચાલન જયદીપસિંહ જાડેજાએ કર્યું હતું. જયંતભાઇ ઠક્કર, ભાવેશભાઇ ઠક્કર, શીતલભાઇ શાહ, ચંદાબેન પટ્ટણી, રશ્મિતાબેન ગોર, ભાવેશભાઇ, નરોત્તમ પોકાર વગેરે બેઠકમાં હાજર રહ્યા હતા અને સહયોગની ખાતરી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer