કચ્છમાં ઔદ્યોગિકક્રાંતિની જરૂરત

કચ્છમાં ઔદ્યોગિકક્રાંતિની જરૂરત
આદિપુર, તા. 15 : થાઈલેન્ડના બેંગકોક ખાતે તાજેતરમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અહીંની તોલાણી કોમર્સ કોલેજના અધ્યાપકે શોધપત્ર પ્રસ્તુત કરી ચાહના મેળવી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.એમ.એસ.ના ચાર દિવસીય સંમેલનમાં વિશ્વના ન્યૂઝીલેન્ડ, મલેશિયા, ફિલિપાઈન્સ, ચીન, તાઈવાન અને રશિયા સહિતના દેશોના પ0?જેટલા વિદ્વાનોએ ભાગ લીધો હતો. જેમાં કચ્છમાંથી અહીંની તોલાણી કોમર્સ કોલેજના પ્રાધ્યાપક ડો. એન. ટી. તગલાણીએ `કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિ' વિષયક શોધપત્ર રજૂ કર્યો હતો. જેમાં  ટીમ્સના નિવૃત્ત આચાર્ય એ. જે. ભંભાણી સહભાગી થયા હતા.આ શોધપત્ર પ્રમાણે કચ્છના ઉદ્યોગો પણ હાલે વૈશ્વિક મંદીની અસર હેઠળ છે. જેના કારણે રોજગારી અને મૂડીરોકાણમાં ઘટાડો થયો છે. આ સ્થિતિ સામે લડવા માટે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ માટે ચોથી ઔદ્યોગિકક્રાંતિની જરૂરત છે. જેના કારણે ડિજિટલાઈઝેશન અને બૌધિકતામાં વધારો થશે. આ મુદ્દાઓને સ્થાનિક ઉચ્ચ સંસ્થાઓએ શિક્ષણમાં તેનો સમાવેશ કરવો પડશે, જેના કારણે ક્રાંતિની સમજ અને અસરો દુરગામી બની રહેશે. સંમેલનમાં મૂળ થાઈલેન્ડની અને કચ્છ યુનિ.માંથી ડો. તગલાણીના માર્ગદર્શન હેઠળ પી. એચ. ડી. કરતી નલિન કંચનાએ થાઈલેન્ડની મહિલાઓ વિશે શોધપત્ર રજૂ કર્યો હતો અને તગલાણીભાઈના માર્ગદર્શનની સરાહના કરી હતી, જેઓનું ત્યાં સન્માન પણ કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ ડો. તગલાણીએ તાઈવાન ખાતેના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લીધો હતો, જે બદલ સ્થાનિકે અભિનંદિત કરાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer