તહેવારોને અનુલક્ષી રમાયેલી રમતોએ આકર્ષણ સર્જ્યું

તહેવારોને અનુલક્ષી રમાયેલી રમતોએ આકર્ષણ સર્જ્યું
ભુજ, તા. 15 : નવા વર્ષની શરૂઆતે સંગઠન શક્તિ વધે અને ક્લબના સભ્યો પરસ્પર નજીક આવે તે હેતુથી લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા સ્નેહમિલન યોજાયું હતું.પ્રમુખ રેખા વોરાના નેતૃત્વ હેઠળ નવા વિચારો અને પ્રથમ વખત કપલ સ્નેહમિલનમાં ઉપસ્થિતોને શાબ્દીક શબ્દોથી સન્માન સાથે આવકાર્યા હતા. ઝેડ સી લાયન અશોક ઝવેરી, એડવાઈઝર અરુણ જૈન, ડીસ્ટ્રીક્ટ ચેરપર્સન જગદીશભાઈ સોની, લાયન્સના ઉ.પ્ર. સચિન ઠક્કર, કીર્તિ વોરા, નરેશ મહેતા તથા મોહનભાઈ વેગડે ક્લબની પ્રવૃત્તિને બિરદાવી હતી. કમલાબેન ઠક્કરે  ક્લબની દરેક પ્રવૃત્તિની ઝલક આપી હતી. આશાબેન શાહ દ્વારા નીત નવી રમતોનું આયોજન દરેક તહેવારને અનુલક્ષીને કરાયું હતું. જેમા વન મિનિટ ગેમમાં રેખા વોરા, ફ્રેન્ડશિપ ડેમાં લતા કોઠારી, અંતાક્ષરી ગેમમાં હીના શાહ અને રીટા શાહ, નવરાત્રિ ગેમમાં દિવ્યાબેન વૈદ્ય, જન્માષ્ટમી ગેમમાં જશુબેન વેગડ અને પ્રીતિ રાજાણી, દીપાવલી ગેમમાં રમાબેન છાટપાર, મિચ્છામી દુક્કડમ ગેમમાં વનિતાબેન શાહ, બલુન કપલ ગેમમાં હર્ષાબેન, નરેશભાઈ મહેતા, કડવાચોથ કપલ ગેમમાં જશુબેન, મોહનભાઈ વેગડ, અર્લીકપલમાં પ્રીતિ જૈન અને અરુણ જૈન તેમજ બેસ્ટ કપલમાં રેખા વોરા અને કીર્તિ?વોરા રહ્યા હતા. આ અવસરે પ્રમુખ રેખાબેનનો  જન્મદિવસ હોતાં શુભેચ્છા પાઠવાઈ હતી. પ્રમુખ તરફથી નિ:શુલ્ક ડાયાબિટીસ કેમ્પ તથા ક્લબને પ100 રૂા.નું અનુદાન અપાયું હતું. ભાવના ઝવેરી, લતા કોઠારી, દમયંતી પિનારા, બેલા શાહ વિ.એ જહેમત ઉઠાવી હતી. સંચાલન મંત્રી પ્રજ્ઞાબેન ઠક્કરે, આભારવિધિ ખજાનચી હર્ષાબેન મહેતાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer