`રાષ્ટ્રીય સુરક્ષા કોંગ્રેસનો આવકનો સ્રોત !''

નવી દિલ્હી, તા. 15 : રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક કૌભાંડોના સંદર્ભ સાથે યુપીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર કોંગ્રેસ માટે માત્ર એક પંચિંગબેગ અથવા આવકનો સ્રોત છે, તે ખરેખર દુ:ખની વાત છે. એક તરફ કોંગ્રેસી નેતાઓ સૈન્યવડાનું નામ લઈને સર્જિકલ સ્ટ્રાઈકની મજાક ઉડાવે છે, તો બીજીતરફ તેમણે જ દેશના સંરક્ષણ ક્ષેત્રને લૂંટયું છે તેવા પ્રહારો મોદીએ તામિલનાડુમાં ભાજપના બૂથ સ્તરના કાર્યકરોને સંબોધન દરમ્યાન કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, 40-50ના દાયકાના જીપ કૌભાંડથી '80ના દાયકાના ઓગસ્ટા વેસ્ટ લેન્ડ, સબમરિન કૌભાંડ જેવા તો અનેક છે, એ લોકો માત્ર પૈસા બનાવવાના રસ્તા જ શોધે છે. એ હદે કે કોંગ્રેસના નેતાઓ  સેનાનું મનોબળ તોડતાં પણ ખચકાતા નથી, સારું છે કે એ દિવસો હવે ચાલ્યા ગયા, તેવા પ્રહારો તેમણે કર્યા હતા. યુપીએની કોંગ્રેસી સરકારે વન રેન્ક વન પેન્શન યોજના માટે માત્ર 500 કરોડ રૂપિયા આપ્યા હતા, જે મજાકથી વધુ કંઈ જ નહોતું તેવો પ્રહાર મોદીએ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer