જમ્મુ અને કાશ્મીર શીતાગાર

શ્રીનગર, તા. 15 : જમ્મુ કાશ્મીરના મોટાભાગના સ્થળોએ ગઈ રાત આ મોસમની સૌથી વધુ ઠંડીવાળી રહી હતી, કાશ્મીર ખીણ અને લદાખમાં તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યાનું હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. પહલગામને બાદ કરતા કાશ્મીર ખીણમાંનું લઘુતમ તાપમાન ગઈ રાતે આકાશ તદ્દન ચોખ્ખું હોવાના કારણે નીચું ગયું હતું. શ્રીનગરમાં તાપમાન શૂન્ય નીચે 4.2 ડિગ્રી સે. રહ્યંy હતું જ્યારે દ્રાસમાં તો માઇનસ 19 ડિગ્રીસુધી પહોંચી ગયું હતું.દ. કાશ્મીરના કોકરનાગમાં તાપમાન માયનસ 6.6 ડિગ્રી સે.રહ્યું હતુ, જે દાયકાનુ સૌથી નીચુ હતુ. ખીણ માટેનું ગેટવે ગણાતા કાઝીગુન્ડમાં તાપમાન પાંચ ડિગ્રીએ પહોંચ્યું હતું, જે '14ની 27 ડિસેમ્બરે માયનસ પ.9 ડિગ્રી સે. થયાનું નોંધાયું હતું. અમરનાથ જવાના બેઈઝ કેમ્પ પૈકીના એક પહલગામનું રાત્રિ તાપમાન 9.પ ડિગ્રી સે. રહેલું. ખીણ અને લદાખમાં તે જ એકમાત્ર એવું સ્થળ હતું જ્યાં ગઈ રાતે તાપમાન ઊંચે ગયું હતુ. ઉ. કાશ્મીરના ગુલમર્ગમાં  માયનસ 11.પ ડિગ્રી સે. નોંધાયુ હતુ.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer