ભારતના હોકી કોચ વિરુદ્ધ થઇ શકે છે કાર્યવાહી

ભુવનેશ્વર, તા. 15 : નેધરલેન્ડ સામે વિશ્વકપ ફાઈનલમાં હાર્યા બાદ અમ્પાયરિંગ ઉપર અસંતોષ વ્યક્ત કરનારા ભારતીય કોચ હરેન્દ્ર સિંહ સામે આકરી કાર્યવાહીનો સંકેત આપતા આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે શનિવારે કહ્યું હતું કે, મહાસંઘ હરેન્દ્ર સિંહના નિવેદનની સમિક્ષા કરશે. નેધરલેન્ડે ક્વાર્ટર ફાઈનલમાં ભારતને 2-1થી હરાવ્યું હતું. ભારતીય કોચે મેચ બાદ અમ્પાયરોના અમુક નિર્ણયો ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, એશિયન ગેમ્સ બાદ હોકી વિશ્વકપમાંથી પણ ભારત પાસેથી તક છિનવી લેવામાં આવી હતી. આ સાથે એફઆઈએચએ અમ્પાયરિંગનું સ્તર સુધારવું જોઈએ તેવી ટિકા કરી હતી. એફઆઈએચના સીઈઓ થિયરે છેલ અને અધ્યક્ષ નરિન્દર બત્રાએ ભારતના કોચની ટિપ્પણી ઉપર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, રમતમાં હાર અને જીત સ્વાભાવિક છે. પરંતુ હારનો ગરિમા સાથે સ્વિકાર કરવો જોઈએ.  વધુમાં એમ પણ કહ્યું હતું કે, એફઆઈએચએ રમતના ફુટેજ મંગાવ્યા છે. જેને જોઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer