વરસાદ ન પડતાં મચ્છર ઘટયા : કચ્છમાં મેલેરિયા તંત્રને હાશકારો

ભુજ, તા. 15 : કચ્છમાં આ વર્ષે વરસાદ ન પડતાં મચ્છર પણ ઘટયા છે. મેલેરિયાના ગત વર્ષના 1147 કેસ હતા તે સામે ચાલુ સાલે અડધા એટલે કે 590 કેસ જ હાલ સુધી નોંધાયા હોવાથી મેલેરિયા તંત્રે હાશકારો અનુભવ્યો છે. જો કે જિલ્લામાં ડેન્ગ્યુના વર્ષભરના 97 કેસમાંથી એકલા ભુજમાં 48 એટલે અડધા કેસ નોંધાતાં આરોગ્ય વિભાગે લોકોની સામેલગીરીની અપેક્ષા સેવતાં જણાવ્યું કે પોતાના ઘરના પાણીના પાત્રોને ઢાંકીને રાખે, ખુલ્લા કુંડા કુંડી ઘસીને સાફ રાખે તો જ ડેન્ગ્યુ મચ્છરનો ફેલાવો રોકી શકાશે. ફાલ્સીપેરમના ગત વર્ષે 36 સામે આ વર્ષે 29 કેસ નોંધાયા તે પહેલી નજરે ખાસ ફેર નથી તેવું દેખાય પણ આરોગ્ય તંત્ર કહે છે કે ગત વર્ષે 8.66 લાખ લોહીના નમૂનાની સામે આ વર્ષે લોહીના 9.50 લાખ નમૂના લેવાયા છતાં પણ કેસ ઘટયા તે નોંધનીય બાબત છે. ડેન્ગ્યુના 2017માં 381 કેસ સામે 2018માં 97 કેસ નોંધાયા છે તેવું સીડીએચઓ ડો. પાંડેએ જણાવ્યું છે. તાલુકાવાર શહેરી વિસ્તાર સહિતના કેસની વિગત નીચે કોઠામાં બતાવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer