ખોડાસર પાસે પવનચક્કીની ડીપીમાંથી કોઈલ ચોરાઈ

ગાંધીધામ, તા. 15 : ભચાઉ તાલુકાના ખોડાસર ગામની સીમમાં પવનચક્કીની ડીપીમાંથી કોઈલની તસ્કરી કરાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરીનો આ બનાવ ગત તા. 17/11ના રાત્રિના 10.30થી 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. કોઈ ચોર હરામખોરો રીજન ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીની પવનચક્કીની ડીપીમાંથી 25 હજારની કિંમતની કોઈલ ચોરી ગયા હતા. આ મામલે કંપનીના ઈજનેર નિખિલ નંદલાલ કાનુડિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer