ઠંડીની સાથે સ્વાઇનફલુમાં વધારો ચાર દર્દીના પોઝિટિવ રિપોર્ટ

ભુજ, તા. 15 : કચ્છમાં ઠંડીની અસર સાથે સ્વાઇનફલુમાં વધારો થતો હોય તેમ આજે ચાર દર્દીના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. ભુજ તાલુકાના માધાપર જૂનાવાસના વિશાલનગરના છ વર્ષિય છોકરાની ભુજની ખાનગી હોસ્પિટલમાં અબડાસા તાલુકાના વાંકુના 40 વર્ષિય પુરૂષની જી.કે.માં, માધાપર-મંજલના ચાર વર્ષના છોકરાની ભુજની ખાનગી હોસ્પિટલમાં અને આદિપુરના 62 વર્ષિય પ્રૌઢની જી.કે. જનરલમાં સારવાર દરમ્યાન બે નવા એચવન એનવન પોઝિટિવના રિપોર્ટ આવ્યાનું ઇ.એમ.ઓ. ડો. કુર્મીની યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer