કંડલામાં આવી ચડેલા વાંદરા તત્કાળ પકડવા અનુરોધ

ગાંધીધામ, તા. 15 : કંડલામાં અચાનક આવી ચડેલા વાનરો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ અને ખાસ તો મહિલા કર્મચારીઓને ભારે મુશ્કેલીમાં મૂકતા હોવાથી કુશળ અકુશળ સંગઠિત કામદાર સંગઠને ડી.પી.ટી.ના ઇન્ચાર્જ ઉપાધ્યક્ષને રજૂઆત કરતાં તેમણે વનતંત્રને એક પત્ર?પાઠવી આ વાનરોને તત્કાળ પકડી લેવા અપીલ કરી હતી. સંગઠનના અગ્રણી વેલજીભાઇ જાટે ડી.પી.ટી.ના ઇન્ચાર્જ ઉપાધ્યક્ષ બિમલકુમાર ઝા તથા ટ્રાફિક મેનેજર કૃપાનંદ સ્વામીને મળીને મહિલા કર્મચારીઓને થઇ રહેલી મુશ્કેલીની વિગતે રજૂઆત કરી હતી. કંડલામાં ફરજ બજાવતા કર્મચારીઓને ઘાયલ કરવા, હાથમાં રહેલી ચીજવસ્તુઓ છિનવી લેવી વગેરે જેવા વાનરોના પરાક્રમથી ભય પ્રસર્યો છે. ડી.પી.ટી.એ પુન: વન વિભાગને પત્ર? લખી આ વાંદરાઓને પકડી લઇ?સુરક્ષિત સ્થળે જંગલોમાં છોડવા તાકીદ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer