જે જીવનમાં પાછળ રહે છે તે બમણા જોરથી આગળ આવે છે

નખત્રાણા, તા. 15 : સંતકૃપા વિદ્યાલય-નખત્રાણા ખાતે આર્ચરીનો મોરઝર અખાડાના મહંત દિલીપરાજા કાપડીના હસ્તે આરંભ કરાયો હતો. સંતકૃપા વિદ્યાલય ખાતે મોરજર અખાડાના મહંત દિલીપરાજા કાપડી અને વિરાણી રામ મંદિરના સુરેશબાપુએ આરંભ કર્યા બાદ દિલીપરાજાએ જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છમાં શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ અને સંસ્થાનું ઘડતર કરતું સંતકૃપા વિદ્યાલય આજે બાળકોને આર્ચરીના માધ્યમથી  પોતાનું લક્ષ નક્કી કરવા અને ભાવિનું  ઘડતરનું પ્રથમ સોપાન દ્વારા આગળ વધવાના આશીર્વચન પાઠવ્યા હતા. સુરેશબાપુએ તીરંદાજીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આપણા જીવનમાં પણ તીરંદાજીની પણછની જેમ જીવનમાં પાછળ હટે છે તે દશ ગણી તાકાતથી આગળ આવે છે. વિદ્યાલયના સ્ટાફનું ટ્રસ્ટી મુરુભા વિશાજી જાડેજા દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં નવનીતભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, ભૂષણભાઈ પંડયા, કાનજીભાઈ કાપડી ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કેતનભાઈ દેવાણીએ કર્યું હતું. આભારવિધિ શંકરસિંક સોઢોએ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer