જોડિયાપાવા વાગ્યા કે સળગ્યા ? ભુજની સાહિત્ય બેઠકમાં સવાલ

ભુજ, તા. 15 : નવલિકા, ટૂંકી વાર્તા, લઘુકથાનું સંચાલન સર્જન કરતી ભુજની સંસ્થા વાર્તાવિહારના લેખક ભાઇ-બહેનોના સન્માન આણંદ (ગુજરાત) ખાતે લય-પ્રલય સાહિત્ય સંસ્થા તરફથી તાજેતરમાં  બબ્બેવાર થયા હતા.આ સંસ્થાના સર્જકોની કલમોના ચમકારા સ્થાનિક વર્તમાનપત્રો, સામયિકો તથા અમરેલી, આણંદ, અમદાવાદ સહિતના મેગેઝિનોમાં પ્રસિદ્ધ થતા રહ્યા છે. સંસ્થાના લેખક ભાઇ-બહેનોએ હાલમાં સમાચારો પરથી નવલિકા સર્જનનો પ્રયોગ આદર્યો છે. `કચ્છમિત્ર' દૈનિકમાં ગામડાના ભૂંગામાં આગ લાગ્યાના અને માલધારીની ઘરવખરી સળગી ગયાના સમાચાર  વાર્તાવિહારના કન્વીનર કનુભાઇ જોષી કટિંગ્ઝ રૂપે લાવ્યા. એમણે ?ઘટનામાં કલ્પના ઉમેરી કે આગમાં માલધારી  વાદકના જોડિયાપાવાય સળગી ગયા ! સતત વાગ્યા કરતા પાવા સળગ્યા ? અહીંથી સમાચાર કટિંગ્ઝને કેન્દ્રમાં રાખીને મૌલિક નવલિકા લખવા માટે સભ્ય પૂજન જાની,  પુષ્પાબેન વૈદ્ય,  અરુણા ઠક્કર, પૂર્વીબેન, નીતિન ઠક્કર, દિના ભુડિયા, કમળાબેન ઠક્કર,  બ્રિજેશ દવે, ખુશ્બૂ સરવૈયા, પ્રતિમા સોનપાર, બિહારીલાલ ગોર સહિતનાએ વાર્તા લખવાનું બીડું ઝડપ્યું છે. મજાની વાત તો એ છે કે, આ સંસ્થાના સદસ્યા હોવાના નાતે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન આઇ. સોલંકી પણ લેખન પ્રક્રિયામાં જોડાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer