ભુજમાં તા. 23ના હૃદયરોગ, ડાયાબિટીસ મગજ, ગેસ, કિડની રોગનો શિબિર

ભુજ, તા. 15 : અમદાવાદના હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ ડો. ધવલભાઈ દોશીના નેતૃત્વમાં અહીનાં અનેક સેવાકીય કાર્યો કરતા મહાવીર ખીચડી ઘર દ્વારા તા. 23/12 રવિવારે રાહતદરે મેડિકલ કેમ્પ સંસ્થાના પ્રાંગણમાં યોજાશે. અમદાવાદના પાંચ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પમાંથી જરૂરિયાતમંદ દર્દી જણાશે અને જેને વધારે સારવારની જરૂર હશે તેને સંસ્થા મદદરૂપ બનશે. આ શિબિરમાં હૃદયરોગના નિષ્ણાત ડો. દોશી ઉપરાંત ન્યુરોલોજિસ્ટ ડો. કૃણાલ પઢિયાર મગજ તથા જ્ઞાનતંતુના નિષ્ણાત, ખેંચ, કંપવા, લકવાની બિમારી માટે ડાયાબિટિસ માટે ડો.ધ્રુવી હસનાની, ગેસ એસીડીટી, અપચો,  રેટીવ કોલોઈટીસ, પેટ તથા આંતરડાના રોગના નિષ્ણાત ડો. જતીન પટેલ (ગેસ્ટ્રોલોજી) તેમજ નેફ્રોલોજી કિડનીના રોગો માટે ડો. સોરિન દલાલ સેવા આપશે. કેમ્પનો લાભ લેવા માટે સંસ્થામાં નામ લખાવવું ફરજિયાત છે. સંસ્થાના ડો. જાનકીબેન ઠક્કર પાસે નામ લખાવી પ્રાથમિક તપાસ કરાવવી જરૂરી છે. નામ તા. 20/12ના સાંજ સુધી નોંધાવી દેવા, વધારે માહિતી માટે ડો. જાનકીબેન ઠક્કર 82000 29783, દિનેશભાઈ મહેતા 98792 07196, નયનભાઈ પટવા 98252 98354, અશોકભાઈ લોદરિયા 94290 83210નો સંપર્ક કરવો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer