અબડાસાના સારંગવાળા ગામે ડીપીએ `સારંગ''નો ભોગ લીધો

અબડાસાના સારંગવાળા ગામે ડીપીએ `સારંગ''નો ભોગ લીધો
નલિયા, તા. 6 : અબડાસા તાલુકાના ફુલાય ગ્રામ પંચાયત હેઠળના સારંગવાળા ગામે ટ્રાન્સફોર્મરમાં શોર્ટસર્કિટ થતાં અને રાષ્ટ્રીય પક્ષી મોર તેના સંપર્કમાં આવી જતાં તેનું સ્થળ પર મોત થયું હતું. ફુલાય જૂથ પંચાયતના સરપંચ અનુબા ભાઇજીભા પઢિયારના જણાવ્યા અનુસાર સારંગવાળા ગામે ગુરુવારે સાંજે ગામમાં આવેલી ડીપી જર્જરિત હોવાથી તેના સંપર્કમાં મોર આવી જતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સરપંચના કહેવા મુજબ સારંગવાળા ગામે મહિનાઓથી ટ્રાન્સફોર્મર (ડીપી) તદ્દન જર્જરિત છે, જે બદલવા નલિયા પી.જી.વી.સી.એલ. ઉપરાંત નખત્રાણા ડિવિઝનમાં પણ રજૂઆત કરાઇ હતી પણ કોઇ દાદ મળી નથી તેવું જણાવી ઉમેર્યું હતું કે, પી.જી.વી.સી.એલ.ની નિક્રિયતાએ રાષ્ટ્રીય પક્ષીનો ભોગ લીધો છે. જો ગામની ડી.પી. બદલવામાં નહીં આવે તો જાનહાનિનો ભય પણ?નકારી શકાતો નથી તેવું સરપંચે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer