રાપરમાં યોજાયેલા નેત્રયજ્ઞમાં 300 દર્દી તપાસાયા : 51 શત્રક્રિયા કરાઈ

રાપરમાં યોજાયેલા નેત્રયજ્ઞમાં 300 દર્દી તપાસાયા : 51 શત્રક્રિયા કરાઈ
રાપર, તા. 6 : લોહાણા મહાજન-રાપર અને રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટના આયોજન હેઠળ વિનામૂલ્યે 16મો નેત્રયજ્ઞ કાનુબેન દેવજીભાઈ મોરબિયા પરિવાર હા. ભાઈલાલભાઈના આર્થિક સહકારથી યોજાયો હતો. આ નેત્રયજ્ઞમાં 300 દર્દીઓની તપાસણી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના ડોકટરો દ્વારા કરાઈ હતી અને 51 આંખના દર્દીઓના રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનો થયા હતા અને વિનામૂલ્યે નેત્રમણિ પણ બેસાડયા હતા. નેત્રયજ્ઞનું ઉદ્દઘાટન દીપ પ્રાગટયથી સંત ત્રિકાલદાસજી અને ભાઈલાલભાઈ મોરબિયા તથા લોહાણા મહાજનના પ્રમુખ રસિકલાલ આદુઆણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.પી.આઈ શ્રી ઝાલા, મુકેશભાઈ ઠક્કર, પ્રભુલાલ રાજદે, વિશનજીભાઈ આદુઆણી, નીલેશભાઈ ઠક્કર, દિનેશભાઈ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા પ્રફુલ્લભાઈ ચંદે, શૈલેશભાઈ ભીન્ડે, સુનીલભાઈ રાજદે, ભરતભાઈ ઠક્કર વગેરેએ સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer