માંડવીમા માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં માવિત્રોના ઉપકારનું મહત્ત્વ વર્ણવાયું

માંડવીમા માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં માવિત્રોના ઉપકારનું મહત્ત્વ વર્ણવાયું
માંડવી, તા. 6 : શ્વે. મૂ. પૂ. તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે આચાર્ય વિજયપ્રદીપચંદ્રસૂરિશ્વરજી પ્રવચનકાર મુનિ મહાહંસવિજયજી મ.સા.ની હાજરીમાં માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.શરૂઆતમાં મુનિએ માતા-પિતાના ઉપકારોની વાત કરી હતી. આચાર્યએ પણ પિતાના ઉપકારોનું વર્ણન કર્યું હતું. દ્વિતીય તબક્કામાં દરેક માતા-પિતાનું તેમના સંતાનોએ પૂજન કરી પ્રદક્ષિણા કરી આજ સુધીના થયેલ માતા-પિતાના અવગુણ અપમાનની માફી માગી હતી. કાર્યક્રમના લાભાર્થી તરીકે ભારતીબેન પ્રબોધભાઈ સંઘવી, જયશ્રીબેન વિરલભાઈ શાહ, જયશ્રીબેન રાજેન્દ્રભાઈ શાહ, જયશ્રીબેન ભરતભાઈ શાહ, સુભદ્રાબેન જુમખલાલ શાહ, વસુમતીબેન પ્રવીણભાઈ સંઘવી, હાર્દિકાબેન પ્રદીપભાઈ શાહ, પ્રજ્ઞાબેન સંજયભાઈ શાહ, અજિતભાઈ પરસોત્તમભાઈ સાધુએ લાભ લીધો હતો. ચંદ્રેશભાઈ, વિરલભાઈ, ભરતભાઈ, વર્ષિપ શાહ, હાર્દિક બોરીચા, પરીન શાહ, કેરીન મહેતા, મહેક મહેતા સહિતની યુવા ટીમની મહેનત રહી હતી. તારામતીબેન વછરાજ શાહ તરફથી ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા રખાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer