મુંબઇની અદાલતે કચ્છી મહિલાને ચેક પરત મુદ્દે સજા ફરમાવી

મુંબઈ, તા. 6 : ચેક બાઉન્સિંગના કેસમાં આજે શિવરીની મેટ્રેપોલિટન કોર્ટે જાણીતા કચ્છી જનરલ સ્ટોર્સની મહિલા માલિકને સાંજે કોર્ટ પૂરી થાય ત્યાં સુધીની સજા જજે ફરમાવી હતી અને આવતા બે મહિનામાં કેસની પતાવટ નહીં થાય તો વધુ આકરી જેલની સજાનો પણ અંદેશો જજે આપ્યો હતો. શિવરીની 20 નંબરની કોર્ટે આજે ચુકાદો આપતાં ચંદન સ્ટોર્સની બીજી ફર્મ સપન ક્રિએશનનાં માલિક લીના છાડવાને કેસમાં કોર્ટ ઊઠે ત્યાં સુધીની સજા સંભળાવી હતી અને સંપૂર્ણ ચેકની રકમ બે મહિનામાં ફરિયાદીને ચૂકવવા અને તેમાં અસમર્થ રહે તો વધુ ત્રણ મહિનાની બીજી સજાનો આદેશ આપ્યો છે. ફરિયાદી વતી એડવોકેટ કાંતિલાલ સંગોઇ અને એડવોકેટ ધવલ સંગોઇએ દલીલો કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer