ભુજ વીશા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા શ્રીમદ્ દેવી ભાગવત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

ભુજ, તા. 6 : ભુજ વીશા શ્રીમાળી સોની જ્ઞાતિ દ્વારા આદ્યશકિતની આરાધના અને મનુષ્ય જીવનના કલ્યાણ માટે શ્રીમદ્ દેવી ભાગવત નવાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. 8/12થી 16/12 સુધી વાઘેશ્વરી પાર્ટી પ્લોટ,  સોનીવાડ  ખાતે કરાયું છે. મા ભગવતીનો મહિમા વધારી માઁ વાઘેશ્વરીની આરાધના માટે દેવી ભાગવતનું રસપાન વકતા શાત્રી દીપેશભાઇ આર. ત્રિપાઠી (માનકૂવાવાળા) કરાવશે. દેવી ભાગવત મહોત્સવ દરમ્યાન પોથીયાત્રા દેવો દ્વારા દેવોની સ્તુતિ કથા, દેવી મહિમાનું વર્ણન તેમજ મા પાર્વતી પ્રાગટય, શિવ-પાર્વતી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, નવદુર્ગા પ્રાગટય, ચંડમુંડની તથા ભૈરવ કથા, મહિસાસુર વધ કથા, હરિશ્ચંદ્ર રાજાની કથા, 10 મહા વિદ્યા તેમજ 51 શકિતપીઠની કથા, દેવીપૂજાનું મહાત્મ્ય મા દુર્ગા, ગાયત્રી મહિમા, ગૌ મહિમા તેમજ મા વાઘેશ્વરીનું પ્રાગટય તેમજ વિશેષ કથા આવરી લેવાશે. મુખ્ય યજમાન નીતિનકુમાર હરિલાલ કોંઢિયા, ચેતનાબેન નીતિનકુમાર કોંઢિયા, સહ યજમાન માંડલિયા મોતીરામભાઇ મોરારજી પરિવાર, પુરુષોતમ ગગુભાઇ ઝવેરી પરિવાર, વિનોદભાઇ લાલજીભાઇ પાટડિયા પરિવાર, ઇશ્વરલાલ વૃજલાલ કોંઢિયા, સ્વ. કાંતિલાલ વૃજલાલ કોંઢિયા, મોહનલાલ ચૂનીલાલ પાટડિયા, નવીનચંદ્ર ગોવિંદજી થાવર, નિર્મળાબેન પ્રાણલાલ કોંઢિયા પરિવાર તેમજ અન્ય દાતાઓનો સહયોગ મળ્યો છે.  મહોત્સવના કન્વિનર ચંદ્રકાંત વૃજલાલ કોંઢિયા, વિજયભાઇ ઇશ્વરલાલ કોંઢિયા (પ્રમુખ) તથા હરેશભાઇ મનહરલાલ ગેરિયા જ્ઞાતિના ટ્રસ્ટી રમેશભાઇ પાટડિયા તથા બિહારીભાઇ કોંઢિયા, મહિલા મંડળ પ્રમુખ હેમાબેન રાણપરા તથા  યુવક મંડળના પ્રમુખ આકાશ કોંઢિયા આયોજનની સર્વે જવાબદારી સંભાળી રહ્યા છે. પ્રતિદિન સવારે 9.30થી 12.30, સાંજે 3થી 6 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ ભુજ ખાતે આયોજન છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer