ક.ગુ.ક્ષ. સમાજના કાર્યક્રમમાં રૂા. 20 લાખ એકત્ર

ક.ગુ.ક્ષ. સમાજના કાર્યક્રમમાં રૂા. 20 લાખ એકત્ર
અંજાર, તા. 5 : ક.ગુ.ક્ષ. કેળવણી મંડળ આયોજિત સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવાનો કાર્યક્રમ અંજારમાં યોજવામાં આવ્યો હતો.   મહાસભાના પ્રમુખ પ્રફુલ્લભાઈ પરમાર તથા કેળવણી મંડળના પ્રમુખ બલરામભા જેઠવા એવં મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ધો. 10-12 પછી એન્જિનીયરિંગ અભ્યાસ માટે તેમની સંસ્થા રાજનાંદગાંવના દ્વાર ખુલ્લા છે. તેમાં મફત પ્રવેશ લેવા મહાનુભાવોએ જણાવ્યું હતું. સમાજના નબળા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે રાયપુર, કચ્છ સ્થિત ટ્રસ્ટ દ્વારા તેમજ મહાસભાના અલાયદા ફંડ ફાળવી આર્થિક સહયોગ અપાશે. સન્માનિત થનાર તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન આપી તેમના તરફથી ક.ગુ.ક્ષ. કેળવણી મંડળને રૂા. 1 લાખનું દાન જાહેર કરાયું હતું. મહાસભાના સલાહકાર પ્રમુખ કુંવરજીભાઈ ટાંક, ઉપપ્રમુખ સુનીલભાઈ ચાવડા, ક.પ્રા.સ.ના પ્રમુખ બ્ર.કુ. બાબુભાઈ પરમાર, માજી ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ ટાંક, સંજીવનીના પ્રભારી વિનોદભાઈ જેઠવાએ બાળકોને શુભેચ્છા પાઠવી હતી તેમજ બ્ર.કુ. ભારતીદીદીએ સમાજના બાળકો-વાલીઓને આશીર્વચન આપ્યા હતા. સ્વાગત મહાસભાના મહામંત્રી વિનોદભાઈ ખોડિયારે કર્યું હતું.  20 લાખની દાનની સરવાણી વહાવનાર સમાજરત્ન વિનોદભાઈ સોલંકી, મનોજભાઈ વેગડ, હરગોવિંદભાઈ ચૌહાણ, બ્ર.કુ. બાબુભાઈ પરમાર, પ્રફુલ્લભાઈ પરમાર, ભૂપેન્દ્રભાઈ પરમાર (પૂર્વ પ્રમુખ, મહાસભા), ભરતભાઈ સાવરિયા, સુનીલભાઈ ચાવડા, શાંતિલાલ ગોપાલજીભાઈ જેઠવા, અનિલભાઈ ચાવડા, મહાસભાના પૂર્વ પ્રમુખ રણજિતભાઈ પરમાર તેમજ અન્ય દાતાઓનું કેળવણી મંડળના હોદ્દેદારોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અંજાર ભવન રિનોવેશન માટે દાતાઓ તથા ક.ગુ.ક્ષ. કેળવણી મંડળ દ્વારા રૂા. 20 લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું.  અધ્યક્ષસ્થાનેથી બાબુભાઈએ જણાવ્યું હતું કે,  સરકારી નોકરી મેળવવા માટે કોચિંગ ક્લાસ, રમત-ગમત ક્ષેત્રે બાળકોને મફત તાલીમ-કોચિંગ આપવાની સુવિધા શ્રેષ્ઠીઓના સહકારથી શરૂ કરવામાં આવશે. ઉપપ્રમુખ અજયભાઈ પઢીઆર, લાધુરામભાઈ રાઠોડ, પરેશ પરમાર, પરેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ જેઠવા, દીપકભાઈ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer