દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સપ્તાહની વિવિધ રીતે ઉજવણી

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સપ્તાહની વિવિધ રીતે ઉજવણી
ગાંધીધામ, તા. 5 : દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સપ્તાહના કાર્યક્રમ અંતર્ગત ચિત્રકામ, કાવ્ય લેખન હરીફાઇ, અગ્નિશમન દળ દ્વારા જીવંત નિદર્શન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોદી સુરક્ષા નિરીક્ષણ કાર્યાલયના ઉપ નિર્દેશક સમીર પાન્ડે દ્વારા ડોકવર્કર્સ કાયદો 1986 વિશે સેમિનાર, ઔદ્યોગિક  રસાયણો વિશે જ્ઞાન અને અનુભવ ધરાવતા વડોદરાથી આમંત્રિત પી.કે. સોલંકી દ્વારા કંડલા સ્થિત રસાયણો સંઘરતા ટેન્કના મેનેજર તથા સુપરવાઇઝરો માટે તાલીમ કાર્યક્રમ તેમજ જાન માલની સુરક્ષા માટે અગ્નિશમનદળ દ્વારા જીવંત નિદર્શન, સુરક્ષા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા સૂત્ર લેખન, સ્વરચિત કાવ્ય લેખન, ચિત્રકામ હરીફાઇ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. બંદરગાહ ખાતે સુરક્ષા ક્ષેત્રે ફાળો આપનારી શિપિંગ કંપનીઓ, ક્રેન ચાલકો અને કામદારોને સન્માન પદક આપીને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસંરક્ષક ટી. શ્રીનિવાસે શિપિંગ કંપનીઓ, સ્ટીવીડોર્સ, કામદાર સંઘો, શ્રમિકોનો આભાર માની આગામી સમયે બંદરગાહનાં સુરક્ષા ધોરણને ઉચ્ચસ્તરે લઇ જવા આહ્વાન કર્યું હતું. ભાવેશ મઢવીએ સુરક્ષા સપ્તાહ દરમ્યાન કરેલી વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. આગામી વર્ષોમાં સુરક્ષાની આ જ્યોતિને વધુ પ્રજ્જવલિત રાખવામાં આવશે. પોર્ટને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે સુરક્ષા ક્ષેત્રે માન્યતા મળે. પૂર્ણાહુતિ પ્રસંગે લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી, એલ. સત્યનારાયણ, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, આર્થિક સલાહકાર અને મુખ્ય લેખા અધિકારી ડી.એન. સોંધી, ઉપમુખ્ય યાંત્રિક ઇજનેર રામા સ્વામી, ઉપ યાતાયાત પ્રબંધક અબીર બોસ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સંચાલન વેદ રુચિ આચાર્યએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer