રામજન્મભૂમિ મંદિર નિર્માણને લઈ અંજારમાં તા. 18ના વિશાળ ધર્મસભા યોજાશે

રામજન્મભૂમિ મંદિર નિર્માણને લઈ અંજારમાં તા. 18ના વિશાળ ધર્મસભા યોજાશે
અંજાર, તા. 5 : રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણને લઈ અંજારમાં તા. 18/12ના વિશાળ ધર્મસભાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ-કચ્છ વિભાગ દ્વારા કરાશે.  આ આયોજનને લઈ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. સંત દેવનાથબાપુએ આશીર્વચન આ પ્રસંગે આપતાં જણાવ્યું કે, હવે ભવ્ય મંદિર નિર્માણ માટે આ  દેશનો સંત સમાજ તેમજ હિન્દુ સમાજ ધીરજ રાખી શકે નહીં. વિભાગ અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ સંસદમાં તાત્કાલિક કાનૂન બનાવવા પર ભાર મૂકયો હતો. ધર્મપ્રસારના પ્રાંત અધ્યક્ષ સતીશભાઈ ત્રિવેદીએ પણ માર્ગદર્શન આપ્યું હતું. આર. એસ. એસ.ના વિભાગ સહકાર્યવાહ ત્રિકમભાઈ આહીર, આશાબેન પટેલ, દેવજીભાઈ મૈયત્રા,  અવિનાશ જોશી, અશોકભાઈ ઠક્કર, મહેશભાઈ સોની, કૃષ્ણકાંત પંડયા હાજર રહ્યા હતા.  સંચાલન મહાદેવાભાઈએ કર્યું હતું. મોટી સંખ્યામાં પ્રખંડ-જિલ્લા વિભાગ સ્તરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ પશ્ચિમ કચ્છ વિહિપ અધ્યક્ષ ચેતનભાઈ રાવલે કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer