જેના પ્રત્યે પણ શ્રદ્ધા રાખો, તે અતૂટ હોવી જોઇએ

જેના પ્રત્યે પણ શ્રદ્ધા રાખો, તે અતૂટ હોવી જોઇએ
પાલારા (તા. ભુજ), તા. 5 : જીવનમાં ઇશ્વર કે ગુરુ પ્રત્યે શ્રદ્ધા અતૂટ?હોવી જોઇએ. ભગવાન અને અનુભવી સંત સાથે હશે તો પૃથ્વી પર સ્વર્ગની ચોક્કસ અનુભૂતિ થશે. વળી, ઇશ્વરપ્રાપ્તિના માર્ગમાં અહમ્નું વિસર્જન જરૂરી છે. ઇશ્વરનું હંમેશાં પ્રાગટય થાય છે. પ્રકૃતિ પરમાત્મા છે. તેના પ્રત્યે પ્રેમ દર્શાવવો જોઇએ. લોકપ્રિય થવા સમસ્યા નહીં પણ સમાધાન પર ધ્યાન આપવું જોઇએ તેવું ભુજની ભાગોળે પાલારા મહાદેવ પરિસરના દેવકૃપા શમિયાણામાં ગૌસેવાના મનોરથે પ્રારંભ થયેલી ભાગવત સપ્તાહના પાંચમા દિવસની કથામાં વ્યાસાસનેથી પૂ. શરદભાઇ વ્યાસે શ્રોતાઓ સમક્ષ જણાવ્યું હતું. કૃષ્ણ પ્રાગટય પછી બાલકૃષ્ણ, ગોકુળમાં ગોપીઓ, માતા  યશોદા, નંદબાબા સાથેના બાળપ્રસંગો, પુતનાની કથા સહિતના પ્રસંગો વર્ણવીને વકતા વ્યાસજીએ અહંકારને આચરણમાંથી કાઢીને નમ્રતાને જગ્યા આપવા જણાવ્યું હતું. માનવીના તમામ અંગોમાંથી દૃષ્ટિ (આંખ) અમૂલ્ય અંગ છે તેથી અન્યનું દર્દ જોશો તો ખુદની સાચી સહાનુભૂતિ પ્રગટશે. વકતાની સાથે કથાવિરામે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના સંચાલિકા રીનાદીદી, દક્ષાદીદી, બ્રહ્માકુમાર બાબુભાઇએ ઉપસ્થિત રહીને  સભાને સંબોધી હતી. રુદ્રાણી જાગીરના લાલગિરિ બાપુ, પ્રદીપ્તાનંદજી સરસ્વતી, ઇસ્કોન આઇજીવીટી સંસ્થાના પૂ. ભકિતવેદાંતાવન ગોસ્વામી  મહારાજ, શિષ્યો મહેશ?મહારાજ, ગિરિધરગિરિ (ઢોરી) વિ. સંતોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. આ અવસરે ગૌસેવાની ટહેલ નાખતાંની સાથે રૂા. બે લાખનું દાન એકત્રિત થયું હતું, જેમાં નવીનભાઇ આઇયા તરફથી રૂા. 25000 અને ભાવેશભાઇ કાન્તિભાઇ મહાત્મા પરિવારે રૂા. 21000, પ્રવીણભાઇ, રમેશભાઇ વોરા  21,000, હીરા પેટ્રોલિયમ પાલારા રૂા. 21000 તરફથી દાન મળ્યું હતું. કથામંડપમાં સવારના સત્રમાં કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ દંપતી, ગિરીશ જોશી, કિશોર ગોર, તુલસીદાસ જોશી, પુષ્પદાન ગઢવી, કૌશલ્યાબેન માધાપરિયા, દેવરાજ ગઢવી, મનુભા જાડેજા, જયપ્રકાશ ગોર, દિલીપ ગોર, હીરાલાલ મોતા, અજિત માનસતા, હરસુખભાઇ જોશી, ગોવિંદભાઇ કોઠારી, ગોપાલ ધુવા (માજી ધારાસભ્ય), મહેન્દ્ર ગઢવી (ભુજપુર), લક્ષ્મણ દેવકરણ, સરમણ જાટિયા, ડો. ત્રિવેદી, ડો. કોટક, શંકર પટેલ (વલસાડ), ધનજીભાઇ રાણા, ભરતસિંહ જાડેજા (દયાપર), જાદવજીભાઇ શેઠિયા (સર્વ સેવા સંઘ) વિ. આગેવાનો ગૌસેવામાં યોગદાન આપીને સહયોગી બન્યા હતા. સમિતિના કરસન આહીર, બ્રિજેશ અજાણી, મીનાબેન રાજેશપુરી, કાનાભાઇ ગાગલ વિ. સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. કથામંડપમાં ગુરુવાર તા. 6ના મુખ્ય યજમાન પરિવાર દ્વારા રુકમિણી વિવાહ પ્રસંગની ઉજવણી કરાશે. આ પ્રસંગે ઝીંકડી નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા આહીર રાસોત્સવ યોજાશે. કથામાં સંચાલન વસંત અજાણીએ કર્યું હતું. મુખ્ય યજમાન જ્યોતિબેન ભૂપેન્દ્રભાઇ, કલ્પનાબેન મહેન્દ્રભાઇ, ડાઇબેન વિશ્રામ, ગીતાબેન હરિભાઇ સહિતનાઓએ સંતો-મહંતો, આગેવાનોને આવકારીને સન્માનિત કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer