ક્ષાર સામે જમીનને સાચવવી જરૂરી

ક્ષાર સામે જમીનને સાચવવી જરૂરી
ભુજ, તા.5 : કચ્છમાં વારંવાર પાણીની અછત ઉપરાંત ક્ષારના આક્રમણને કારણે જમીનની ફળદ્રુપતા બચાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ વધવાનો સમય આવી ચૂક્યો હોવાનું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કાઝરી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોટી વિરાણી ખાતે `િવશ્વ જમીન સ્વાસ્થ્ય દિન' ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી વિરાણી તથા આસપાસના 100થી વધુ પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા.મહેમાનોના હસ્તે દીપપ્રાગટયથી આરંભાયેલા સમારોહના મુખ્ય મહેમાનપદેથી ધારાસભ્ય શ્રી જાડેજાએ જમીનમાં વધતા ક્ષારના પ્રમાણ અંગે ચિંતા દર્શાવી હતી અને કાઝરી જેવી સંસ્થાઓને આ પ્રદેશના હવામાનને અનુરૂપ પાક, ઘાસ, વૃક્ષો સૂચવવા જણાવ્યું હતું.કાઝરી અને કેવીકેના વડા ડો. દેવીદયાલે જમીનના વિવિધ પોષક તત્ત્વોની ચર્ચા કરી હતી અને રસાયણ આધારિત ખાતરોથી માટીને થયેલાં નુકસાનનો મુદ્દો ચર્ચ્યો હતો. તેમણે દુષ્કાળની વર્તમાન સ્થિતિમાં પશુઓ માટે કાઝરી દ્વારા વિકસિત `કાંટા વિનાના થોર'ની માહિતી આપી તેનો ચારામાં વધુમાં વધુ ઉપયોગ કરવાની હાકલ કરી હતી.મદદનીશ ખેતી નિયામક ડો. પી.કે. સ્વર્ણકારે નિયમિત સોઈલ ટેસ્ટિંગની આદત કેળવવા જણાવ્યું હતું.ઈફકોના એરિયા મેનેજર વી.એલ. બાબરિયાએ પ્રવાહી જૈવિક ખાતરની અગત્યતા જ્યારે પીએચએમએસ ટેકનોકેર પ્રા.લિ.ના રાહુલ છિબ્બે વિવિધ જૈવિક ખાતરની માહિતી આપી હતી.નખત્રાણાના પૂર્વ તા.પં.પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, વિરાણી મોટી કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, સેવા સહકારી મંડળીના પ્રમુખ કિશોરભાઈ બાથાણી, સેવા સહકારી મંડળીના પૂર્વપ્રમુખ જેઠાભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં.કેવીકે-કાઝરીના એસએમએસ ડો.એ.એસ. તેત્રાવાલ અને હરગોવિંદ કુંપરાએ ખેડૂતોના સવાલોના જવાબ આપ્યા હતા. પ્રગતિશીલ ખેડૂત પ્રજ્ઞેશ પટેલે આભારવિધિ કરી હતી.કાઝરીના ડો.સીતારામ જાટ, વિપિન રાજ, મીરા વૈશ્નવ અને સચિન પટેલે જહેમત ઉઠાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer