આરબીઆઇ વ્યાજદર ઘટાડે તો લોન આપોઆપ સસ્તી થશે !

નવીદિલ્હી, તા. પ : રિઝર્વ બેન્કે હોમ, ઓટો અને પર્સનલ લોન સંબંધિત એક નિયમમાં મોટો સુધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમ અંતર્ગત આરબીઆઈ વ્યાજદરો ઉપર કોઈપણ નિર્ણય કરે એટલે તુર્ત જ બેન્કોએ પણ લોનનાં વ્યાજદરમાં સુધારો કરવો પડશે. તેનો મતલબ એવો થાય કે કેન્દ્રીય બેન્ક રેપો રેટમાં ઘટાડો કરે તો બેન્કોએ ધિરાણ સસ્તુ કરવું પડશે. આ નવો નિયમ 1 એપ્રિલ 2019થી અમલી બનશે. આરબીઆઈએ આ નિર્ણય ડો. જનક રાજની અધ્યક્ષતામાં રચાયેલા અભ્યાસ સમૂહની ભલામણનો સ્વીકાર કરતાં લીધો છે.  

  શું છે નવો નિર્ણય?  ભારતીય રિઝર્વ બેન્કે કરજદાર માટે વિભિન્ન શ્રેણીનાં ચલિત વ્યાજદર હવે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલા રહેશે. આરબીઆઈએ  એમસીએલઆરને એક્સટર્નલ બેન્ચમાર્કથી તબદિલ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આનાથી નીતિગત વ્યાજદરોમાં બદલાવનો સીધો લાભ બેન્કનાં ગ્રાહકોને મળશે. 

  શું થશે અસર?  સામાન્ય રીતે લોનધારકોની ફરિયાદ રહેતી હોય છે કે બેન્કો વ્યાજદર નિર્ધારણમાં પારદર્શક રહેતી નથી. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવે તો પણ તેનો પૂરો લાભ ગ્રાહકોને આપવામાં આવતો નથી. પરંતુ આ નવી વ્યવસ્થા લાગુ થતાં ગ્રાહકોની આ ફરિયાદનું નિવારણ થશે. જેની સીધી અરસ હોમ, ઓટો અને પર્સનલ લોનાં ગ્રાહકો ઉપર થશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer