ગાંધીધામવાસીઓને લાંબી લડતની તૈયારી રાખવી પડશે

ગાંધીધામ, તા. 5 :   સંકુલના લોકો માટે અત્યંત પીડાદાયી અને ભાવિ પેઢી માટે  ચિંતાદાયી ફ્રી હોલ્ડ જમીનનો પેચીદો પ્રશ્ન  છેલ્લા   લાંબા સમયથી ગૂંચવાયેલો હોવાના કારણે અને ડીપીટી પોર્ટના અક્કડ વલણના કારણે પ્લોટધારકો પર તગડા વેરાનો માર મારવામાં આવે છે . આ પ્રજાકીય  જટિલ સમસ્યાના ઉકેલ માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ  ઈંન્ડસ્ટ્રીઝ દ્વારા  લડત હાથ ધરાઈ  છે. આ સ્થિતિમાં જુદા જુદા વેપારી સંગઠનો  આ મુદ્દાને  કયા પ્રકારે જોય છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં લોકશાહીના હક્કો તળે આ હક્ક પણ મળવો  જોઈએ એવો સંયુક્ત સૂર ઊઠયો હતો.કંડલા  વિકાસ મંચના  મોહનભાઈ આસવાણીએ જણાવ્યું હતું  કે,  દીનદયાલ પોર્ટ પ્રશાસન  આપખુદીશાહીભર્યા વલણથી જમીન ઉપર  દિન-પ્રતિદિન ભાવવધારો કરી  રહ્યું છે  જે ખરેખર ન્યાયના હિતની વિરુદ્ધનું કાર્ય કહી શકાય. ભૂતકાળના સમયે સરકારે આ મુદ્દે આપેલી ખોટી હૈયાધારણના  બદલે પરિણામલક્ષી કાર્ય કરવું જોઈએ  ગાંધીધામ ઓટોમોબાઈલ   ડીલર્સ એસો.ના  મહેન્દ્રભાઈ શાહએ કહ્યું હતું કે, લોકોનાં હિતમાં  ચેમ્બર દ્વારા કરવામાં આવેલી પહેલ આવકારદાયક છે.  પ્રશ્નોના ઉકેલ માટે  યોગ્ય વિચાર વિમર્શ કરી લોકો માટે લાંબા સમયથી પીડાદાયી એવી આ મુશ્કેલીને નિવારવા માટે ચોક્કસ  નિર્ણય લેવો જોઈએ.ગાંધીધામ  વિસ્તારની  જમીન માટે આરંભવામાં  આવેલું આંદોલન ભાવિ પેઢી માટેનું છે.  લોકો ભરી શકે  એ પ્રકારના જૂના ધારાધોરણ  મુજબ વેરા ભરવા  તૈયાર હોવાનું અત્રેના  ઈલેક્ટ્રિક ડીલર્સ એસો.ના ગોવિંદભાઈ  ભાગચંદાણીએ જણાવ્યું હતું.ગાંધીધામ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસો.ના ધર્મેન્દ્રભાઈ  પારેખે આ મુદ્દા પર પ્રકાશ પાડતાં ઉમેર્યું હતું કે, ડીપીટી શહેરનો વિકાસ કરવાના બદલે  દરમ્યાનગીરી કરી  વિભિન્ન પ્રકારના  વેરા ઝીંકીને લોકોને હેરાન કરે છે. ફ્રી હોલ્ડ જમીન   મેળવવી  લોકોનો અધિકાર  છે,  જે મળવો જ જોઈએ. આ માટે અંદોલનની આવશ્યકતા હતી. પોર્ટ પ્રશાસનના અત્યાચારભર્યા અભિગમને ક્યારેય પણ સાંખી ન લેવાય.  આ માટે લાંબી લડત લડવી પડશે એવું લાગી રહ્યું છે. તેમજ ઉકેલ ના આવે ત્યાં સુધી ડીપીટીની કચેરી  બંધ કરી ધરણા કરવા જોઈએ એવો આક્રોશ ગાંધીધામ ગૂડસ ટ્રાન્સપોર્ટ એસો.ના  મોહિન્દરભાઈ જુનેજાએ ઠાલવ્યો હતો.વર્ષોથી  કનડગતરૂપી જમીનના પ્રશ્ન અંગે ડીપીટીએ  જમીનની માલિકી ગુજરાત સરકારને સોંપી   તેને માત્ર પોર્ટ ચલાવવાનાં કાર્યમાં ધ્યાન આપવું જોઈએ. અન્ય પોર્ટ વિસ્તારમાં  પ્રશાસને આખેઆખી જમીનો ફ્રી -હોલ્ડ કરી હોવાના દાખલા છે. જેમાં ચેન્નઈનો પણ સમાવેશ થાય  છે,   એમ  કંડલા પોર્ટ ટેન્કર ઓનર્સ એસો.ના કુમારભાઈ રામચંદાણીએ કહ્યંy હતું.  ગાંધીધામ હોટલ અને   રેસ્ટોરન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઈ મેસુરાણીએ  જણાવ્યું હતું કે, કચ્છમાં  પ્રવાસન ક્ષેત્રે સારા એવા પ્રમાણમાં વિકાસ થયો છે,  પરંતુ  અત્રેના જમીનના પ્રશ્ને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી નવી હોટલ બનાવી શકતા નથી. પરિણામે  ગાંધીધામનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ રુંધાયો છે. આ પ્રકારે લોકોનો આક્રોશ વાજબી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. ગાંધીધામની ભાવિ પેઢીને  કેન્દ્રમાં રાખી આ લડતની ખૂબ જ જરૂરિયાત હતી. દીનદયાલ પોર્ટ પ્રશાસને સામાન્ય લોકોને પરવડે એ પ્રકારના વેરા વસૂલવા જોઈએ તેમજ સરકારે પણ લોકોની  કાયમી સમસ્યા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ એવો સૂર કંડલા મેટલ એન્ડ ક્રેપ ડેવલોપમેન્ટ વેલફેર એસો.ના  નરેન્દ્રભાઈ ચંદવાણીએ  પુરાવ્યો હતો. લીલાશાહ  મર્ચન્ટ એસો.ના ગોરધનભાઈ ક્રિપલાણીએ જણાવ્યું હતું કે, જમીન પ્રશ્ને ખોટા વાયદાની જગ્યાએ  તેના ઉકેલની   દિશામાં ચોક્કસ પગલાં ભરવાં જોઈએ. લાબાં સમયથી    પોતાની  જ જમીન હોવા છતાં  વિભિન્ન પ્રકારના વસૂલવામાં આવતા વેરા   સામે  ઊઠેલો  રોષ   વાજબી કહી શકાય. આ આક્રોશ કાયમી  રાખવામાં આવશે તો જ તેનો ઉકેલ આવશે  ગાંધીધામ  ગ્રેઈન એન્ડ સિડસ એન્ડ  ઓઈલ મર્ચન્ટસ એસો.ના મૂરજીભાઈ સચદેએ   તાજેતરમાં સંકુલની વેપારી અગ્રણી સંસ્થાએ શરૂ કરેલી ચળવળ  યોગ્ય  અને  આવશ્યક ગણાવી હતી. લાંબા સમયથી  ડીપીટી સમયાંતરે જમીનની અલગ અલગ પ્રકારની ફી વધારતી  જ ગઈ છે.  આ વધારાને અંકુશમાં લાવવો જ જોઈએ. આ સમસ્યાનો ઝડપી નિકાલ કરવા માટે તંત્રોએ પ્રયાસ કરવા જોઈએ  સંગઠનના  અગ્રણીઓની વિચારીક શૃંખલા   વચ્ચે  ગાંધીધામના કચ્છ કડવા પાટીદાર સમાજના વાસુદેવભાઈ પટેલે  ચેમ્બરના આ આંદોલને યોગ્ય  ગણાવતાં કહ્યંy હતું કે, જમીનનો પ્રશ્ન લોકો માટે કાયમી  મુશ્કેલીરૂપી બન્યો છે. જેનો ઉકેલ કરવામાં નહીં આવે તો  આગામી દિવસો ઘણું  સહન કરવાનો વારો આવશે એવું લાગી રહ્યંy છે. આ  જનઆક્રોશ રેલીમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer